SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ' [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩ગા૦ ૯૩ ૧ પર્વરેખા), શીતકાળમાં છભાગો (પર્વો, હથેળી અને બે પર્વરેખા) તથા વર્ષાકાળમાં સાતભાગ (સપૂર્ણ હાથ) સુકાય ત્યારે ભિક્ષા લેવાય.૯ ૧૧–ભાવ–ભાવ એટલે અધ્યવસાય. તે આહાર લેવામાં મલિન–અપ્રશસ્ત નહિ કરવો, કિન્તુ નિર્મળ-પ્રશસ્ત કરો. તેમાં અપ્રશસ્ત ભાવ તેને મનાય કે જે શરીરના વર્ણ-બળ (સ્વાદ) વિગેરેને માટે આહાર વહરતે હોય. આચાર્ય, બાળ, વૃદ્ધ, કે બીમાર સાધુને માટે વહેરનારને ભાવ અપ્રશસ્ત નથી, કિન્તુ આચાર્ય વિગેરેને માટે આહારાદિ વહેરે છે તે સાધુ તે જ્ઞાનદર્શન–ચારિત્ર ગુણનું ભાજન મહાભાગ્યવન્ત કહેવાય છે. ૧૦ એમ અગીઆર દ્વારેથી ગ્રહણષણને વિચાર કર્યો. પિચ્છ (ભજન) વિષયમાં અને પાણીના વિષયમાં આ ગ્રહણષણાના ૧–અસંસૃષ્ટ, ૨–સંસૃષ્ટા, ૩–ઉદ્ધતા, ૪–અલ્પલેપા, ૫-અવગૃહીતા, ૬-પ્રગૃહીતા અને ૭–ઉજિકતધર્મા, એમ સાત સાત પ્રકારે છે કહ્યું છે કે – “સંસદમહંસા, તત્ સર્વવિઝા જેવા उग्गहिआ पग्गहिआ, उज्झियधम्मा उ सत्तमिआ ।।" प्रव० सारो० ७३९॥ ભાવાર્થ-૧-અસંસૃષ્ટા, ૨-સંસૃષ્ટા, ૩-ઉદ્ધતા, ૪–અલ્પલેપા, ૫-ઉદ્ગીતા (અવગૃહીતા), –પ્રગૃહતા, અને ૭–ઉજિકતધર્મા, એમ સાત એષણાઓ છે, તેમાં પછી પછીની એષણા વિશેષ શુદ્ધ હોવાથી એ ક્રમ છે, મૂળ ગાથામાં “સંસૐ” શબ્દ છંદભંગ ટાળવા માટે પહેલો કહ્યો છે. ઉપર કહી તે પિચ્છની એટલે આહારાદિ લેવાની એષણાઓ (લેવાના પ્રકારે) સાત છે. તેમાં ૧-અસંસૃષ્ટા-ગૃહસ્થના જે હાથ અને પાત્રથી વહોરે તે ખરડાએલું ન હોય તે અને વહોરવાની વસ્તુ સપૂર્ણ (ગૃહસ્થનું પાત્ર ખાલી થાય તેમ) વહેરે કે ઓછી વહોરે તે અસંસૃષ્ટી ભિક્ષા કહી છે, એમાં સંપૂર્ણ (બધું) દ્રવ્ય વહેરવાથી પશ્ચાતુકર્મને (વહરાવ્યા પછી હાથ પાત્ર છેવાનો સંભવ છતાં ગચ્છમાં બાળ–વૃદ્ધ-અસહિષ્ણુ–બીમાર વિગેરે સાધુઓ (માટે કારણે લેવી પડે તેમ હોવાથી ગચ્છવાસી સાધુઓને તેને નિષેધ નથી, માટે જ સૂત્રમાં તેને વિચાર કર્યો નથી. ૨-સંસૃષ્ટા-ખરડાયેલાં હાથ અને પાત્રથી લેવાય છે, એમાં સંસ્કૃષ્ટ કે અસંસૃષ્ટ હાથ અને પાત્ર તથા વસ્તુ સપૂર્ણ કે અસપૂર્ણ વહોરવાને વેગે આઠ ભાંગા થાય છે (જુઓ પૃ૦ ૧૨૧) તેમને આઠમ (? પહેલે) ભાંગો કે જેમાં સંસ્કૃષ્ટ હાથ, સંસૃષ્ટપાત્ર અને સાવશેષદ્રવ્ય કહેલું છે તે ગચ્છથી નિરપેક્ષ (જિનકલ્પિક-પરિહારવિશુદ્ધિક, વિગેરે) સાધુઓને કલ્પ, ગ૭વાસીઓને તે આહારની દુર્લભતાથી સૂત્ર–અર્થને ભણવા વિગેરેમાં હાનિ થાય, ઈત્યાદિ કારણે શેષ ભાંગાઓવાળી પણ કલ્પ. ૩-ઉદ્ધતા-ગૃહસ્થ પિતાના પ્રજને મૂળ ભજનમાંથી બીજા ભાજનમાં - ૧૦૯-અ ન્યાયે-યુવતિ સ્ત્રીના શરીરમાં ઉષ્ણતા વધારે, તેથી ઓછી મધ્યમ સ્ત્રી અને યુવાન પુરૂષમાં, તેથી ઓછી વૃદ્ધા સ્ત્રી, મધ્યમ વયને પુરૂષ અને યુવાન નપુંસકમાં, તેથી ઓછી વૃદ્ધ પુરૂષ અને મધ્યમ વયના નપુંસકમાં, અને તેથી ઓછી વૃદ્ધ નપુંસકમાં સમજવી. ૧૧૦-આ અગીઆર દ્વારમાં દશેય દ્વારેથી શુદ્ધ છતાં ભાદ્વારથી અશુદ્ધ હોય તે આહાર સંયમઘાતક છે માટે દશેય દ્વારેની શુદ્ધિ ભાવ દ્વારની શુદ્ધિથી સમજવી. વિશેષ વર્ણન ઘનિ ગા૦ ૬૯૪ થી ૫૦૧માં જેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy