________________
ce
[૧૦ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૯૧
संगहि छप्पयाओ, मआण कीडाण लहइ तो संखं । पुण्यं च लेइ (खेल)भूई, वोसिरिअ नवंच गिव्हंति ॥८५॥ जो तं पुंज छंडइ, इरियावहिआ हवेइ नियमेणं ।
संसत्तगवसहीए, तह हवइ पमज्जमाणस्म ॥८६॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-“પછી (સૂર્ય ઉગે ત્યારે) યતનાથી વસતિને સારી રીતે પ્રમાજીને, રજના પુજને (કાજાને) ઉદ્ધરીને, છાયામાં વિખેરીને, તેમાં “જુઓ” હેય તેને (રક્ષણ કરવાના સાધનરૂ૫) યુકાઘરમાં (વસમાં) ગ્રહણ કરીને પછી મરેલા કીડા વિગેરે (જી)ની સંખ્યા ગણે અને પ્રથમની થુંકવાની કુથ્વિની રાખને પણ તેની સાથે) સિરાવીને કુડિમાં નવી રાખ ભરે. એમાં જે સાધુ તે પુજને (કાજાને) સિરાવે તેણે તે અવશ્ય ઈરિયાવહિ પ્રતિકમણ કરવું જોઈએ અને વસતિ જીવાકુળ હોય તે વસતિની પ્રમાર્જના કરનારે પણ ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવું જોઈએ.”
આ વખતે અભિગ્રહવાળ કોઈ હોય તે તે, નહિ તે અભિગ્રહ વિનાને સાધુ પ્રથમ દશ્તાઓનું પ્રમાર્જન કરે અને પછી (જેના આધારે તે મૂક્યા-મૂકવાના હોય તે) ભૂમિના ઉપરના ભાગનું (ભીંતનું) પ્રમાર્જન કરે. કહ્યું છે કે –
"अभिग्गहिओ अणभिगहिओ व दंडे पमज्जए साहू ।
पडिले हिज्जइ कमसो, दंडा(डे) कुड्डोवरिं भूमि ॥१॥" यतिदिनचर्यागा०९६॥ ભાવાર્થ–“અભિગ્રહવાળો કે અભિગ્રહવિનાને સાધુ દણ્ડાઓને ક્રમશઃ પ્રમાર્જન કરે અને ભીંતની ઉપરની ભૂમિનું પડિલેહણ કરે.૭૧
અહીં પ્રતિલેખન એટલે ચક્ષુથી નિરીક્ષણ કરવું અને પ્રમાર્જન એટલે રજોહરણ વિગેરેથી પ્રમાર્જન કરવું, એમ ભેદ સમજ. કારણ કે ત્યાં યતિદિનચર્યામાં જ જણાવ્યું છે કે
"चक्खूहि णिरिक्खिज्जइ, जं किर पडिलेहणा भवे एसा ।
स्यहरणमाइएहि, पमज्जणं बिति गीअत्था ॥" यतिदिनचर्यागा०९०॥ ભાવાર્થ-“ચક્ષુઓથી જોવું તે પડિલેહણા અને રજોહરણ વિગેરેથી પ્રમાર્જવું તે પ્રમાર્જના કહેવાય, એમ ગીતાર્થો કહે છે?
એ પ્રમાણે પ્રભાતની પ્રતિલેખના વિધિ કહ્યો, હવે તે પછીનું કર્તવ્ય જણાવે છે કે તે પછી “સ્વાધ્યાય કરે તે સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્યોને સંબન્ધ પહેલાં કહી ગયા છીએ. આ સ્વાધ્યાય કેટલો કાળ કરે ? તે કહે છે કે પહેલી પૌરૂષી સુધી, અર્થાત્ સૂર્યોદયથી પણ પ્રહર પૂર્ણ થાય ત્યાં સુધી કરવો. - ૭૦-આ વિધિથી-એક સાધુ કાજો ઉદ્ધરે અને બીજે પરઠવે તે અવિધિ નથી, તથા કાજો લેવામાં ઈરિ પ્રતિ કરવાનો પણ એકાત નથી, પરઠવ્યા પછી એક વાર જ ઈરિ પ્રતિ કરવાથી ચાલે, એમ સમજાય છે. કોઈ વર્તમાનમાં કાજે લેતાં પહેલાં અને પછી પણ ઈરિ કરે છે. - ૭૧-આ ગાથાની વ્યાખ્યામાં “અભિગ્રહિત” એટલે વહેરેલ અને બીજો “અનભિગ્રહિત” એટલે ગૃહસ્થ થકે માગીને લીધે, એમ દડાના બે પ્રકારે કહેલા છે, તેનું યથાક્રમ પ્રમાર્જન કરવું અને “ જુવર મૂ”િ એટલે દડાને પગ ઉપર મૂકીને પડિલેહણ કરવું એ અર્થ કરેલો છે. છતાં અમે અહીં ગ્રન્થકારની વ્યાખ્યાને સંવાદિત અર્થ લખે છે.
----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org