________________
[૧૦ સં૦ ભા. ૨ વિ. ૩-ગાહ ૯૧ આ અર્થ લીધે છે.) બીજા કહે છે કે-જ્યારે શરીર રાખું થાય (સૂર્યોદય પહેલાં પ્રભા પડે-અરૂણોદય થાય) ત્યારે, વળી બીજા કહે છે કે-જ્યારે પ્રભા ફાટે ત્યારે, તે બીજા એક કહે છે કે-જ્યારે પરસ્પર એક બીજાનું મુખ દેખાય ત્યારે, વળી એક કહે છે કે-જ્યારે હાથની રેખાઓ દેખાય ત્યારે, એમ આ વિષયમાં એ દરેકને આ વિભ્રમ થવાનું નિમિત્ત શું છે? તે જણાવતાં કહે છે કે –
“વસિષાહા, લં ચરિમાણ નિ વિન્સમો ઘણો
कुक्कुडगादेसिस्सा, तहिंधयारंति तो सेसा ॥शा" (पश्चवस्तु गा० २५६) વ્યાખ્યા–વસ્ત્રાદિની દેવસિટી પડિલેહણ ચેથા પ્રહરના પ્રારમ્ભમાં કહી છે અને તે પછી તુર્ત જ સ્વાધ્યાયનું વિધાન છે, તેથી પ્રભાતે કુકડો બેસે ત્યારે પડિલેહણા કરવાનું કહેતા આચાર્યની સામે શિષ્યને આ બ્રાન્તિ થઈ છે કે તે સમયે તે અન્ધારું હોય, તે અન્યારે પડિલેહણા કેમ થાય? બાકીના વિકલ્પ તે સ્વરચ્છન્દ કલ્પનારૂપ છે. આના સમાધાનમાં સિદ્ધાન્તવાદી કહે છે કે
" एए उ अणाएसा, अंधारे उग्गएवि हु ण दीसे ।
मुहरयणि सिज्जचोले, कप्पतिअदुपट्ट थुई सूरो ॥१॥" (ओपनि० गा० २७०) વ્યાખ્યા–આ સર્વ વિકલ્પ સ્વચ્છઃ કલ્પનારૂપ હેવાથી અનાદરણીય છે. કારણ કે અન્યકારવાળા ઉપાશ્રયમાં સૂર્ય ઉગવા છતાં ય હાથની રેખાઓ ન દેખાય. માટે પ્રતિલેખનાને કાળ એ સમજવો કે--આવશ્યક(પ્રતિકમણી કરીને ત્રણ સ્તુતિઓકહ્યા પછી તુર્ત પડિલેહણ શરૂ કરે અને દશ (વસ્તુની) પડિલેહણ પૂર્ણ થતાં સૂર્ય ઉગે ! એ દશ પડિલેહણ “મુત્તિપં.” ગાથાથી (પૃ. ૬૬માં) કહી તે સમજવી. સારાંશ એ છે કે
વયા રેહા, ઘણો મોટો મીર તા .
બાવાશુરૂ તિ, પેહા 3(g) ઘર ?(પન્નવસ્તુ ના ૨૧૮) ભાવાર્થ–“પડિલેહણ જીવદયાને માટે કહી છે, તેથી એને કાળ એ સમજો કે પ્રતિક્રમણ અને ત્રણ સ્તુતિઓ કહ્યા પછી પડિલેહણા શરૂ કરતાં દશની પડિલેહણા પૂર્ણ થતાં સૂર્ય ઉગે.”
હવે પડિલેહણામાં પુરૂષ અને ઉપધિને ક્રમ જણાવે છે, તેમાં પુરુષને ક્રમ આ પ્રમાણે છે–સર્વથી પ્રથમ ગુરૂની ઉપધિની પડિલેહણા કરવી, તે પછી તપસ્વીની, પછી બીમાર-ગ્લાનની, પછી નવદીક્ષિતની, તે પછી વૈયાવચ્ચ કરનાર સાધુ જે તે બીજાના કાર્યોમાં રોકાયેલો હોય તો તેની, અને પછી પિતાની કરવી. વસ્ત્ર માટે એ ક્રમ છે કે–પહેલાં જે વસ્ત્રાદિ “યથાકૃત હોય તેની પડિલેહણા કરવી, કારણ કે તેવાં વસ્ત્રાદિ બહુમાનનું પાત્ર ગણાય છે. (જે વસ્ત્ર ગૃહસ્થ પાસેથી એવું મળે કે તેને સાંધવા-ફાડવા વિગેરેનું પ્રયોજન ન રહે તે યથાકૃત અને જેમાં તેવી કઈ ક્રિયા કરવી પડે તે પરિકર્મવાળાં કહેવાય, આ બીજા એટલે પરિકર્મવાળાં વસ્ત્રાદિ પણ એક અલ્પપરિકર્મવાળાં અને બીજાં બહુપરિકર્મવાળાં, એમ બે પ્રકારનાં હોય, તેમાં અલ્પપરિકર્મવાળાં પ્રથમ અને બહુપરિકમવાળાં પાછળથી પડિલેહવાં. એ ઉત્સર્ગથી કહ્યું. નિશીથ ચુર્ણિમાં પણ એને અત્રે
૬૯-રાઈ પ્રતિક્રમણમાં છેલ્લે કરાતા દેવવન્દનની ત્રણ સ્તુતિઓ કહ્યા પછી વર્તમાનમાં બેલાતી ચેથી સ્તુતિ આવશ્યચૂર્ણિ વિગેરેમાં કહ્યા પ્રમાણે આચરણારૂપ છે, માટે અહીં “ત્રણ સ્તુતિ કહ્યા પછી એમ જણાવેલું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org