SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાતઃ પ્રતિલેખનાને વિધિ અને રહસ્ય] ભાવાર્થ–સૂર્યોદય પહેલાં મુહપત્તિ, રજોહરણ, બે નિષદ્યા, ચોલપટ્ટો, ત્રણ કપડા, સંથારે અને ઉત્તરપદો, એ દેશની પ્રતિલેખના કરવી.” નિશીથની ચૂર્ણિમાં અને બૃહત્કલ્પની ચૂર્ણિમાં ૧૧મે દણ્ડ પણ કહ્યું છે. આ પ્રતિલેખનાનો કમ આ પ્રમાણે છે–પ્રથમ ખમાસમણ દેવા પૂર્વક પ્રતિલેખનાને આદેશ મેળવીને પછી મુખવસ્તિકાનું પ્રતિલેખન કરી પ્રકાશવાળા સ્થાને ઉકુટુક આસને (ઉભા પગે બેસીને રોહરણનું પ્રતિલેખન કરે, તેમાં પણ સવારે પહેલાં અંદરનું સૂત્રમય (નિશથિયું) અને ચોથા પ્રહરે બહારનું ઊનનું (ઘારીયું) પડિલેહવું. કારણ કહ્યું છે કે " दाऊण खमासमणं, पुत्तिं पडिलेहिऊण उक्कुडुओ। पडिलेहइ रयहरणं, पयासदेसडिओ सम्मं ॥८॥ पडिलेहिज्जइ पढम, पभायपडिलेहणाइ रयहरणं । अभंतरा निसज्जा, मज्झण्हे बाहिरा पढमं ॥८॥" यतिदिनचर्या ॥ ભાવાર્થ-ખમાસમણ દઈને પ્રથમ મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કરી, પ્રકાશવાળા સ્થાને ઉકુટુક આસને બેસીને વિધિપૂર્વક રજોહરણનું પ્રતિલેખન કરે, તેમાં પ્રભાતના રજોહરણના પ્રતિલેખનમાં પ્રથમ અંદરના નિષેથિયાનું અને મધ્યાહુને (થા પ્રહર) પ્રથમ બહારના નિશેથિયાનું (ઘારીયાનું) પડિલેહણ કરે.” તે પછી લપટ્ટાનું પડિલેહણ કરીને ખમાસમણ પૂર્વક-ઈચ્છકારી ભગવન પસાઉ કરી (પ્રસન્ન થઈને) પડિલેહણાં (સ્થાપનાચાર્ય તથા વડીલાદિનાં ઉપકરણે વિગેરે) પડિલેહા ! (પડિલેહવાની અનુમતિ આપો !) એમ આદેશ માગને તેર પડિલેહણાથી (બેલથી) શ્રીસ્થાપનાચાર્યને પડિલેહીને યોગ્ય સ્થાને પધરાવીને ખમાસમણ દેવાપૂર્વક ૬૬-પ્રાચીન કાળમાં કરો રાખવાને વ્યવહાર ન હતો, વર્તમાનમાં તો કરાનું પ્રતિલેખન કરી તેને બાંધવામાં ગાંઠ વાળવાથી થતી અયતનાના કારણે ધરિ પ્રતિક્રમણ કરી પછી ખમા દઈને આગળને વિધિ કરાય છે. વર્તમાનમાં જે પાંચવસ્તુનું પ્રતિલેખન પ્રારમ્ભમાં કરાય છે તેમાં ૧-મુખવસ્ત્રિકા ૨-૩-ઘાનું અંદરનું બહારનું નિથિયું, આ બહારના નિથિયાને જ ઉપયોગ પૂર્વકાળે બેસવામાં (આસન રૂપે) થતા, તેથી જ વર્તમાનમાં એધે, પછી આસન એમ ૨-૩ ગણાય છે. ઉપર જણાવેલા વિધિથી સમજાશે કે સવારે પહેલાં આ પછી આસન થાય છે તે બહારના નિષથીયાને નંબર ત્રીજે છે માટે. સાંજે પહેલાં આસન પછી એ પડિલેહાય છે તે સાંજે પહેલું બહારનું ગરમ નિષધા પડિલેહવાનું છે માટે. નિશથિયું એ “નિષધાનું અપભ્રંશ થયેલું છે, મૂળ “નિષદ્યા” એટલે બેસવાનું આસન. ૪-૫ ચિલપટ્ટો અને કન્દર. આ ચેલપટ્ટો કરે સાધુને શરીર સાથે સમ્બન્ધવાળાં હોવાથી પાંચમાં તેને ગણેલાં છે. એમ શરીરની સાથે અવશ્ય રાખવાનાં પાંચ વસ્ત્રોનું પડિલેહણ પ્રથમ કરવાનું છે. તેના ઉપલક્ષણથી સાધ્વીને શરીર ઉપર અવશય રાખવાનાં વસ્ત્રો “ક-ચુકે” વિગેરે પણ પ્રથમ પડિલેહણામાં સમજી લેવાં. કારણ વિચારતાં સમજાશે કે પડિલેહેલો સડે અણપડિલેહેલા ક-ચુક વિગેરેની સાથે પહેરી રાખવાથી તેને સ્પર્શ થતાં પડિલેહેલા શરીરની અને સાડાની પડિલેહણ પણ નિષ્ફળ થાય. મુખ્ય માર્ગો નહિ પડિલેહેલી વસ્તુ પડિલેહેલી વસ્તુને સ્પર્શે તે પડિલેહેલી વસ્તુનું પડિલેહણ નિષ્ફળ થાય, પુન: કરવું પડે, એમ વર્તમાનમાં બૃહદ્યોગની ક્રિયામાં ૨ખાતા સટ્ટાના પ્રસંગથી પણ સમજાય છે. વિશેષ ખુલાસે ગીતાર્થો દ્વારા મેળવે. રક ગુરૂ, રથી૪–શુદ્ધ જ્ઞાનમય, શુદ્ધ દર્શનમય, શુદ્ધ ચારિત્રમય, પથીકશુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધ સ્પર્શનામય, ૮થી૧૦-પંચાચારપાળ, પંચાચાર પલા, પંચાચાર અનુમે, ૧૧થી૧–મનગુપ્તિએ ગુસ, વચનગુપ્તિએ ગુસ, કાયપ્તિએ ગુપ્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy