________________
પ્રાતઃ પ્રતિલેખનાને વિધિ અને રહસ્ય]
તે પછી એને બને બાજુથી સપૂર્ણ જેવા પૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિલેખના કરવી તે ગુરૂઆજ્ઞા વિના આરાધનાનું પણ કોઈ કાર્ય કરવાને શિષ્યને ધર્મ નથી. જો આત્મકલ્યાણ માટે પણ આવું નિયમન છે તો શારીરિક કાર્યો માટે તો પૂછવું જ શું ? અર્થાત શારીરિક કાર્યો–ઔષધ કરવું, ખાવું-પીવું-સુવું-બેસવું–ઉઠવું-યાવતુ આંખ ઉઘાડવી-મીંચવી કે શ્વાસ લેવા-મૂકવો, વિગેરે પણ ગુરૂની આજ્ઞાનુસાર જ કરવાં જોઈએ. વસ્તુતઃ તો ગુરૂની પ્રસન્નચિત્તથી મળેલી આજ્ઞા એક મહામરૂપ છે, એથી જ ખાવું-પીવું, સ્થડિલ માત્રુ, વિગેરે ભૌતિક કાર્યો પણ ગુરૂની આજ્ઞાથી કરતાં તે નિર્જરાનું કારણ બને છે. માટે કહ્યું છે કે-સંયમી આત્માની એક એક ક્રિયા નિર્જરા કરનારી છે, ખાવા છતાં તેને તપસ્વી કહેવાય છે. જિન સાહિત્ય પ્રસિદ્ધ મહાત્મા સ્કૂલિભદ્રજી ષડ્રસ ભેજન કરવા છતાં વેયાને ધમ બનાવી શક્યા તેમાં ગુરૂની આજ્ઞાનું બળ પણ કારણભૂત હતું અને સિંહની ગુફામાં રહી ચાર ચાર મહિના આહાર-પાણી વિના જ જીવવાની શક્તિવાળા–સિંહને પણ શાન્ત બનાવી શકે તેવા તપસ્વી છતાં સિંહગુફાવાસી મુનિ વેશ્યાના થાડા પરિચયથી પણ પરાભવ પામ્યા તેમાં ગુરૂ આજ્ઞાને અનાદર પણું કારણ ભૂત હતે. ગુરૂની પ્રસન્નતા પૂર્વક મળેલી આજ્ઞાનું આવું અલૌકિક સામર્થ્ય હોવાથી શાસ્ત્રકારની આજ્ઞા પ્રમાણે જેમાં આજ્ઞા મેળવી શકાય નહિ તેવાં અવશ્ય અને વારંવાર થનારાં કાર્યો માટે આ “બહવેલ” એટલે વારંવાર કરવાની આજ્ઞા મેળવાય છે. આ વિધાનથી સાધુજીવનમાં ગુરૂની કેવી-કેટલી આવશ્યકતા છે તે સમજીને આત્માર્થીએ સર્વપ્રયત્નથી પણ ગુરૂ આજ્ઞાનું પાલનમાં પ્રયત્ન કરવો હિતકર છે.
૬૫-પ્રતિલેખના” એ જેનાને પારિભાષિક શબ્દ છે અને તે વસ્ત્ર–પાત્ર વિગેરે વસ્તુઓને વારંવાર પ્રમાર્જના કરવાની ક્રિયામાં વપરાય છે. તેનું મહત્વ જૈનકુળમાં જન્મેલા તે ક્રિયાને કરનારાઓ પણ ઘણુ ઓછા જ સમજે છે અને એથી માત્ર કાયક્ષેશ માની તેના ફળથી વિચિત રહે છે. શાસ્ત્રમાં પ્રતિલેખનાના હેતુઓ જણાવતાં કહ્યું છે કે “જેદુજાણ ૩, રવિ વગર કરવ વિના ચા તષિ રુદં મખમ, નિત્તાત્યું પુત્ર વિંતિ શા” અર્થાતુ-“જે કે પ્રતિલેખનાને સામાન્ય હેતુઓ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, તો પણ મુખ્ય હેતુ આ મનરૂપી માંકડાને વશ કરવાનું છે, એમ શ્રીજિનેશ્વરેએ કહ્યું છે... આ મનમાંકડાને વશ કરવા માટે પ્રતિલેખના કરતાં બેલ ચિતવવાનું વિધાન છે. તે બેલ, અને તે કયા કયા પ્રસંગે કયા કયા અફૂગને સ્પર્શ કરતાં ચિન્તવવા વિગેરે વર્ણન આ ગ્રન્થના પહેલા ભાગમાં આપેલું ત્યાંથી જોઈ લેવું. અહીં અમે કંઈક વિશેષ જણાવવા ઈચ્છીએ છીએ.
પ્રતિદિન વસ્ત્ર–પાત્રાદિની પ્રતિલેખના કરતાં ચિત્તવવાના એ બેલ આત્મશુદ્ધિ કરવા સાથે આત્માને સંયમમાં સ્થિર કરનારા છે, એટલું તો એ બાલના સામાન્ય અર્થને વિચારતાં પણ સમજાય તેવું છે. પણ તે શી રીતે કરે ? એ સમજવાની જરૂર છે. પ્રતિલેખના માત્ર વસ્ત્રોને કે પાત્રાને ખંખેરવાની ક્રિયા નથી, એમાં ગમ્ભીર આશય રહેલો છે. એટલી શ્રદ્ધા તો જોઈએ કે અનન્ત ઉપકારી શ્રી તીર્થંકરદેવ, શ્રીગણધર અને તે પછીના અનેક મહર્ષિઓ જેને સ્વીકારી ગયા અને શીખવાડી ગયા, તે ક્રિયા સામાન્ય ન હેય. ભલે, અ૯૫બુદ્ધિવાળો હું એને સમજી ન શકે, પણ એની પાછલ ગમ્ભીર મહત્ત્વ અને આવશ્યકતા હોવી જોઈએ. એટલી શ્રદ્ધા વિના આ તને ઓળખી શકાય તેવું નથી. તે તે મુહપત્તિ વિગેરે વસ્ત્રને શરીરની સાથે સ્પર્શ કરતાં જે જે દોને બોલતાં “પરિહરું અને જે જે ગુણેને બેલતાં “આદરૂ” ચિત્તવવાનું છે, તે તે ચિન્તવતાં તે તે દેશને પરિવાર અને ગુણેનું પ્રગટીકરણ થાય છે.
જીવને હાસ્ય-રતિ-અરતિ વિગેરે ભાવે તે તે નામનાં કર્મોના ઉદયથી થાય છે, તે કર્મો પુગલરૂપ છે, તે તે બેલના ચિન્તન પૂર્વક તે વસ્ત્રાદિને તે તે રીતે સ્પર્શ કરવાથી તે પુદ્ગલો દૂર થવાનો સંભવ છે. જેમ શરીરનાં અમુક અમુક અગોને સ્પર્શ કરવાથી કામવાસના, હર્ષ, શેક, રેષ, અભિમાન, વિગેરે ભાવે જાગે છે, તેમ મુહપત્તિ આદિના તે તે સ્પર્શથી તે તે િશાન્ત પણ થાય એ નિર્વિવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org