________________
રહેતું નથી, છતાં પણ જગતના હિત માટે પણ તેણે આચાર–ઉચ્ચારની શુદ્ધિ અને પ્રવૃત્તિ અખંડ રાખવી જરૂરી છે. વિચારશુદ્ધિ મુખ્યતયા પિતાના જ આત્માને ઉપકાર કરનારી છે અને આચાર-ઉચ્ચારની શુદ્ધિ સ્વ-પર ઉભયને હિત કરનારી છે. વ્યવહારધર્મ બાહ્ય આચારે ઉપર જ અવલંબે છે. બેશક, જ્ઞાન વિનાની-મનશુદ્ધિ વિનાની બાહ્ય ક્રિયાની કિમત કાંઈ જ નથી, તથાપિ ગમે તે જ્ઞાની સદાચારથી રહિત હોય તો તેને અજ્ઞાની કહો છે એ પણ એટલું જ સાચું છે. એટલે કે-સત્ય જ્ઞાનદશામાં તે આચારનું મહત્વ ઘટતું નથી, ઊલટું વધે છે. જે જ્ઞાનથી આચારનું મહત્વ સમજાયું નથી તે મિથ્યાજ્ઞાન છે, એ વાત કદી ય ભૂલવા જેવી નથી. એથી જ પૂ. ઉપાધ્યાજી મહારાજ શ્રી યશવિજયજી ગણિવરે એક પ્રસંગે ઉચ્ચાર્યું છે કે –
જેસે પાગ કે શિર બાંધે, પહિરન નહિ લંગાટી;
સદ્દગુરૂ પાસ કિયા બિનુ માગે, આગમ બાત હું ખોટી આ કવનમાં આગમને પાઘડી સાથે અને ક્રિયાને લગેટી સાથે સરખાવવા છતાં, તેઓએ ક્રિયાની–સદાચારની આવશ્યકતા જ્ઞાનથી પણ અપેક્ષાએ વિશેષ છે એમ સૂચવ્યું છે. પાઘડીની જેમ જ્ઞાનનું મહત્વ ભલે હોય, પરંતુ લગેટીની જેમ ક્રિયાની આવશ્યક્તા તે જ્ઞાન કરતાં પણ પહેલી છે. નગ્ન મનુષ્ય પાઘડી પહેરીને ફરવા નીકળે, ત્યારે જે કટિમાં મૂકાય તે કટિમાં આચાર વિનાના શુષ્ક જ્ઞાનીને મૂકાવું પડે છે. અર્થાત્ જ્ઞાનના સ્થાને જ્ઞાનનું મહત્ત્વ છે તેમ ક્રિયાના સ્થાને ક્રિયાનું પણ તેટલું જ મહત્વ છે તે કબૂલવું જ જોઈએ.
ગ્રન્થનું ભાષાન્તર કરવાના હેતુ-ગ્રન્થને અંગે આટલું જણાવ્યા પછી સંસ્કૃત કૃતિનું ગુજરાતી ભાષાન્તર કેમ કરવામાં આવ્યું ? તે પણ જણાવવું અનુચિત નથી. તેમાં એક તે પરમપૂજ્ય પરમોપકારી સ્વર્ગસ્થ મારા દાદાગુરૂ શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજ, કે જેઓશ્રીએ મારા ઉપર અનેકાનેક ઉપકાર કર્યા છે, તેઓશ્રીના શ્રીમુખે મેં અનેકવાર આ ગ્રંથનું મહત્ત્વ સાંભળ્યું હતું અને તેથી મને ગ્રન્થ પ્રત્યેનું બહુમાન પહેલાંથી જ પ્રગટ્યું હતું. ઈચ્છા હોવા છતાં તેનું યથાસ્થિત વાંચન કરવાને સુગ પ્રાપ્ત થયે નહોતે, તે દરમિયાન અમદાવાદનિવાસી સુશ્રાવક માયાભાઈ સાંકળચંદ, કે જેઓ શ્રીસંઘની શેઠ આણંદજી કલ્યાણજી નામની પેઢીના પ્રતિનિધિ હતા; શ્રી વિશા શ્રીમાલી જ્ઞાતિના શેઠ હતા, જેમનું જીવન વત્તમાન યુગમાં સુશ્રાવકની કક્ષામાં મૂકી શકાય તેવું ધમષ્ઠ હતું; ગૃહસ્થ માટે જ નહિ, પરંતુ સાધુ-સાધ્વીઓના સંયમજીવન માટે પણ જેઓ સારી એવી લાગણું ધરાવતા હતા તેઓને પિતાના આત્મકલ્યાણ માટે શ્રુતજ્ઞાનની યથાશક્ય ભક્તિ–સેવા કરવાને મને રથ થતાં, પિતાના પૂર્વજેમાં ત્રણ સદીઓ પહેલાં થયેલા સુશાવક શેઠ શાન્તિદાસ દેશી, કે જેમની પ્રાર્થનાથી પૂ. ગ્રન્થકારશ્રીએ આ ગ્રન્થની રચના કરી છે, તે આ ગ્રંથને ગુજરાતી ભાષામાં પ્રગટ કરાવવાનો નિર્ણય કર્યો. વિ. સં. ૨૦૦૦ થી પણ પૂર્વે કરેલા નિર્ણયને અનુસરીને તેઓએ ભાષાન્તર કરાવવાના પ્રયત્ન શરૂ કર્યા, તે સંબંધી મારી પાસે અનેક વાર માગણી કરી હતી, પરંતુ ગ્રન્થના વિષયની ગહનતા સામે મારે બોધ ઘણે અલ્પ હોવાથી એ કાર્યને હું સ્વીકાર કરી શક્યો નહોતે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org