________________
નહિ?, વીતરાગદેવને અલંકાર પહેરાવવા; અંગરચના કરવી વગેરે ઉચિત છે કે નહિ?, ગમનાગમન વિના પણ ઈરિટ પ્રતિક્રમણ કરવાનું પ્રયોજન શું?, સાધુને વસ્ત્ર-પાત્રાદિનું દાન કરી શકાય કે નહિ?, લેકિક હિત માટે શ્રી નવકારમંત્ર વગેરેને જાપ કરી શકાય કે નહિ?, દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય-સાધારણ દ્રવ્ય તથા અમારિ (જીવદયા) દ્રવ્ય કેને કહેવાય? તથા તેને ઉપગ કયા કયા કાર્યોમાં કરી શકાય?, નિર્માલ્ય કોને કહેવાય?, તિથિનો નિર્ણય તથા ક્ષય-વૃદ્ધિના પ્રસંગે આશધના માટે શું કરવું?, વગેરે સેંકડે બાબતમાં પ્રાચીન ગ્રંથના આધારે સાથે નિષ્પક્ષ સ્પષ્ટ ન્યાય આપે છે. સારાંશ કે–આત્મહિતના અર્થીને આ ગ્રંથમાંથી ઘણું ઘણું મળી શકે તે ગ્રંથકારશ્રીને સ્તુત્ય પ્રયાસ છે.
ટૂંકમાં કહી શકાય કે-ગૃહસ્થ જન્મથી માંડીને મરણ પર્યત શારીરિક તથા આત્મિક સુખ માટે (બન્નેના રક્ષણ તથા વૃદ્ધિ માટે) શું શું કરવું જોઈએ? તેનું આમાં વિસ્તૃત વર્ણન છે અને તેથી જ આ ગ્રંથને શિક્ષકને પણ શિક્ષક કે ગુરૂઓને પણ ગુરૂ કહીએ તે અનુચિત નથી.
અલબત્ત, આખા ગ્રંથમાં વિશેષતયા નિરૂપણ આચારપ્રધાન છે અને તેથી સંભવ છે કે-આચારના મર્મને નહિ સમજતા શુક જ્ઞાનવાદીને તે નીરસ પણ લાગી જાય! તથાપિ તે દેષ નિરૂપણને નથી. શુદ્ધ આચાર-ઉચ્ચારપૂર્વકના જ શુભ વિચારે દુઃખમુક્તિ કરી શકે છે, એ વાત જરાય ભૂલવા જેવી નથી. આચાર કાયાની, ઉચ્ચાર વચનની અને વિચાર મનની પ્રવૃત્તિ રૂ૫ છે, એ મન-વચન અને કાયા-ત્રણેયના સહકારથી જ આત્મા આત્મહિત સાધી શકે, એ સ્પષ્ટ સમજી શકાય તેવું છે. હા, “મન પણ મનુષ્કાળ. of વિંધમોક્ષણો–એ ઉક્તિથી “મનુષ્યને દુઃખના બંધનનું કે દુઃખમુક્તિનું કારણ મન જ છે” -એમ વિદ્વાને કહે છે, તે ખોટું નથી, તે પણ તે કથન આચાર–ઉચ્ચારને ઉડાવવા માટે નથી. આચાર-ઉચ્ચાર કરતાં વિચારનું મહત્વ વધારે છે, એમ સમજાવવા માટે છે અને તે કેવળ બાહ્ય આચારામાં જ સંપૂર્ણતા સમજતા વર્ગને ઉદ્દેશીને છે, આચાર-ઉચ્ચારની શુદ્ધિ વિના જ વિચારશુદ્ધિમાં માનનારે મનુષ્ય, પગ વિના મુસાફરી કરવાના કે હાથ વિના ચિત્ર આલેખવાના મનોરથ કરનારના જેવી ભૂલ કરે છે; કારણ કે-મનના વ્યાપારમાં વચન અને ઇઢિયે સહિત કાયા, બંને હાથપગ સમાન છે. કોઈ પણ શુભાશુભ વિષયને ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરીને જ મન તેમાં રાગ-દ્વેષના વિકલ્પ કરી શકે છે, આથી ચંચળ–અતિ ચંચળ મનને વશ કરવા માટે તેનાં સહાયક વચન અને કાયાને કબજે કરવાં વ્યાજબી જ છે. હા! એથી અમુક સમય મનનું તોફાન વધવાને પણ સંભવ છે, તથાપિ આખરે બંધનમાં આવેલા સિંહની માફક મન શાન્ત પડે છે, બળવાન તને જીતવા માટે તેનું પીઠબળ તેડવું જેટલું જરૂરી છે, તેટલું જરૂરી બલીષ્ટ મનને વશ કરવા માટે વચન અને કાયાને વશ કરવાં એ છે. જ્યાં સુધી મન વશ ન થાય, ત્યાં સુધી વચન-કાયા ઉપર અંકુશ મનને કબજે કરવામાં અને મન કબજે થયા પછી તેનું રક્ષણ કરવામાં સહાય કરે છે. એ રીતિએ મનને સંપૂર્ણ વિજય થયા પછી આચાર-ઉચ્ચારનું મહત્વ તે આત્મા માટે વધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org