________________
પ૦ ૪-શ્રાવકનાં વાર્ષિક કૃત્ય ]
૬૫૯ તેઓના ભેજન વગેરેને પ્રબંધ કરાવીને હિંસાદિ પાપથી અટકાવી અમારિકવર્તન કરાવવું જોઈએ અને રાજાનાં દાણ-કર વગેરે માફ કરાવવાં જોઈએ. (ગુરૂને એ યાગ ન હોય તે) શ્રાવકે વગેરેએ પણ ધનવ્યય કરીને “અમારિ, અચૌર્ય” વગેરે કરાવવું જોઈએ.” એમ પ્રારંભમાં જ અમારિપ્રવર્તન-અચોર્ય વગેરે કરાવીને શ્રીજિનેશ્વરનાં ગુણગાન કરવાં, વાજીંત્ર વગડાવવાં તથા નાટક-પ્રેક્ષણ કરાવવા પૂર્વક સર્વ જીને આનંદ ઉપજે તેવાં સુંદર વસ્ત્રાભરણ વગેરે પહેરીને શ્રીજિનમંદિરાદિમાં મહોત્સવ કર-કરાવે તેને યાત્રા કહી છે. એના ત્રણ પ્રકારે છે, કહ્યું છે કે
" अष्टाहिकाभिधामेकां, रथयात्रामथापराम् ।
तृतीया तीर्थयात्रा चे-त्याहुर्यात्रां त्रिधा बुधाः ॥ (श्राद्धविधि गा०५,टीका) ભાવાર્થ-“એક અષ્ટાહિકા નામની ( આઠ દિવસને મહત્સવ), બીજી રથયાત્રા (વર). અને ત્રીજી સંઘની સાથે તીર્થયાત્રા, એમ જ્ઞાનીઓએ યાત્રા ત્રણ પ્રકારની કહી છે.”
તેમાં ચાલુ પ્રકરણમાં (પૃષ્ટ ૬૪૬માં) કહ્યું તેમ સર્વ અહિપમાં (વાજીંત્રાદિ આડબરથી) સર્વ મંદિરમાં ( અંગરચના-વિશિષ્ટ પૂજા વગેરે) વિસ્તારપૂર્વક મહોત્સવ કર, તે પહેલી “અષ્ટાહિકા યાત્રા જાણવી. આને “ચેત્યયાત્રા પણ કહી છે.
સારી રીતે શણગારેલા (સુવર્ણ, ચાંદી કે કાટ વગેરેના) ઉત્તમ રથમાં શ્રીજિનપ્રતિમાને પધરાવીને મહત્સવપૂર્વક રાત્રપૂજાદિ ભક્તિ-સત્કાર કરતા “સમસ્ત નગરમાં (ગામ કે શહેરમાં) ફેરવીને તેની પૂજા કરવી-કરાવવી, તે વગેરે બીજી રથયાત્રા” કહેવાય છે. હેમી પરિશિષ્ટપર્વમાં ૫ આર્ય શ્રીસુહસ્તિસૂરિજીના પ્રબંધમાં (સગ ૧૧-૬૬ થી) રથયાત્રાનું વર્ણન કર્યું છે કે
આર્ય શ્રીહસ્તિસૂરિજી જ્યારે અવંતીમાં હતા, ત્યારે એક વર્ષે શ્રીસંઘે “ચેત્યયાત્રા” મહેત્સવ કર્યો, તે પ્રસંગે ભગવાન શ્રી આર્યસુહસ્તિસૂરિજી પણ શ્રીસંઘ સાથે હંમેશાં મંડપમાં પધારીને મંડપને શોભાવતા, અને તેઓના શિષ્ય, (તેઓથી પ્રતિબધ પામેલા શ્રીસંપ્રતિરાજા) બે હાથ જોડીને પરમાણુની જેમ (માન-મેટાઈ મૂકીને) તેઓની સન્મુખ બેસતા. ચિત્યયાત્રા નિમિત્તે શ્રીસંઘે આ રથયાત્રા કાઢી હતી, કારણ કે-ચૈત્યયાત્રા મહોત્સવ રથયાત્રા કરવાથી પૂર્ણ થાય છે. આ રથયાત્રામાં સુવર્ણ અને માણેક વગેરેની કાન્તિથી (પ્રકાશથી) જળહળત-સર્વે દિશાઓમાં પ્રકાશ કરતે, સૂર્યના રથ જેવો ઉત્તમ રથ રથ શાળામાંથી બહાર કાઢયે, અને વિધિના જાણ શ્રાવકેએ તેમાં પધરાવેલી શ્રીજિનપ્રતિમાની સ્નાત્રપૂજા વગેરે ભક્તિ શરૂ કરી. તેમાં સ્નાત્રમસવ એવો કર્યો કે પ્રભુના જન્માભિષેક વખતે મેરૂપર્વત ઉપરથી નીચે પડે તેમ રથમાંથી સ્ના. ત્રજળ નીચે પડવું, (પ્રવાહ ચાલ્યો.) પછી મુખે વસ્ત્ર (મુખ) બાંધેલા શ્રાવકોએ, જાણે પ્રભુને વિનંતિ કરવા ઈચ્છતા હોય તેમ પ્રતિમાજીને સુગંધી દ્રવ્યથી વિલેપન કર્યું, માલતીશતપત્ર વગેરે પુષ્પની માળાઓથી પૂછ ત્યારે શરદઋતુના વાદળથી ઢંકાએલી ચંદ્રની કળા દીપે તેમ પ્રતિમા દીવા (શોભવા) લાગી (અર્થાત વાદળ જેવી માળામાં પ્રતિમાજી ચંદ્રકળા સમાન દેખાયાં) અગુરૂ વગેરેથી ધૂપપૂજા એવી કરી કે તેના ધુમાડાથી ઢંકાએલાં પ્રતિમાજી, જાણે નીલું વસ્ત્ર ધારણ કર્યું હોય, તેમ શોભવા લાગ્યાં, પછી જિનપ્રતિમાની સામે દેદીપ્યમાન દીપકની શિખાવાળી આરાત્રિક કરી (આરતિ ઉતારી) ત્યારે પ્રતિમાજી એવાં દેખાયાં કે–તેની સામે રહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org