________________
૫૭૬
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગાટ ૬૫ અને પરાક્રમ હોવા છતાં, અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાનપંચમી-પર્યુષણ અને ચોમાસામાં કરવાના ઉપવાસ, છઠ્ઠ તથા અઠ્ઠમને જે ન કરે તેને પ્રાયશ્ચિત આપવું,” એમ મહાનિશીથના પહેલા અધ્યયનમાં કહ્યું છે. એ પાક્ષિક કૃત્ય માટે કહેલા “ચતુર્દશી” શબ્દને જણાવનારા આગમના અક્ષરે છે. અને જરૂરથમવાર અમિજાજરમાનવસેકું પ્તિ અર્થા–“અષ્ટમી, પક્ષ, ચાર માસ અને વર્ષમાં ઉપવાસ છઠ્ઠ અને અઠ્ઠમ કરે, અને વ્યવહારભાષ્યના છઠ્ઠા ઉદ્દેશામાં કરેલી “વહાર દર રણું, મારા પત્રિએ મુદા ' વગેરે વ્યાખ્યામાં, તથા ટીકા અને ચૂર્ણિ બનેયમાં પણ પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી કર્યો છે.
ઇત્યાદિ શાસ્ત્રપાઠે જતાં ચતુર્દશી અને પાક્ષિક એ બેને એક જ અર્થ નિશ્ચિત થાય છે. તેમ ન હતા તે કેઈ એક પાઠમાં પણ “ચતુર્વ-પરિવાએવા બે જુદા શબ્દો કહ્યા હોત, (પણ તેમ નથી, એથી નિશ્ચિત થાય છે કે–પાક્ષિક પ્રતિક્રમણ ચતુર્દશીએ કરવું તે જ વ્યાજબી છે.)
પૂર્વકાળમાં ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિકમણો અનુક્રમે પૂર્ણિમાએ અને પંચમીએ કરાતાં હતાં, પણ પૂશ્રી કાલિકાચાર્યજીની આચરણથી તે ચતુર્દશી અને ચતુર્થીમાં કરાય છે અને એ સર્વસંઘ સંમત હોવાથી પ્રમાણભૂત છે. બૃહતકપભાષ્યમાં કહ્યું છે કે
___ " असढेण समाइण्णं, जं कत्थइ केणई असावज्जं ।
न निवारिअमन्नेहि, बहुजणमयमेयमायरिअं॥१॥" (गा० ४४९९) ભાવાર્થ “અશઠ-ગીતાર્થ ગુરૂએ કેઈ ( કારણે) જે અસાવદ્ય (આત્માને હિતકારી તથા સૂત્રમાં જેનો નિષેધ ન હોય તેવું ) આચરણ કર્યું હોય, બીજાઓએ તેને નિવાર્યું (નિયું) ન હોય અને જે ઘણુઓને સંમત હોય તે આચરિત કહેવાય છે. ” (આ આચરિતનું “ચંતા ત્તિ રે જm' ની માફક શાસ્ત્રમાં વિધાન હોય, અથવા તેવું વિધાન ન હોય તે પણ જેને વિરોધ શાસ્ત્રમાં ન હોય તે આચરિત શ્રીગણધરભગવંતેના વચનની જેમ કરણીય કહ્યું છે, માટે ચાતુર્માસિક ચતુર્દશીએ, અને વાર્ષિક ચતુર્થીએ કરાય છે.)
પ્રતિકમણોના “ધ્રુવ અને અધવ” એવા બે પ્રકારે છે. તેમાં પણ ભારત અને એવી ક્ષેત્રમાં પહેલા અને છેલા તીર્થકરના શાસનમાં અપરાધ થયો હોય કે ન થ હોય, તે પણ અવશ્યમેવ ઉભયકાળ પ્રતિક્રમણ કરવાનું હોવાથી તે “પ્રવ” કહેવાય છે, અને એજ ભરત–અરવત ક્ષેત્રમાં તે સિવાયના મધ્ય ( બાવીસ) તીર્થકરેના શાસનકાળમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં સદૈવ કારણ હોય ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોવાથી તે “અધુવ કહેવાય છે. કહ્યું છે કે
" सपडिकमणो धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स ।।
मज्झिमगाण जिणाणं, कारणजाए पडिक्कमणं ॥१॥" (कल्पपंचाशक,गा०३२) ભાવાર્થ–“પહેલા અને છેલા જિન ધર્મ પ્રતિક્રમણયુક્ત છે (તેમના શાસનમાં અવશ્ય પ્રતિક્રમણ કરવાનું હોય છે, અને મધ્યમ બાવીસ જિનેને ધર્મ કારણે પ્રતિક્રમણ કરવાને છે.
આ પ્રતિકમણને વિધિ “પ્રતિક્રમણ હતુગર્ભ' વગેરેમાં કહ્યો છે કે–સાધુએ અને શ્રાવકે પણ પ્રતિક્રમણમાં જેહરણ, મુહપત્તિ આદિ રાખવા જોઈએ, કારણ કે–અનુગદ્વાર સૂત્રના ‘તનિમ# એ પાઠમાં “ વૈતાનિ એમ ત્રણ અંશે છે. તેમાં “જિ” એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org