________________
[સ્વ. પૂ આ શ્રીવિજ્યમેઘઆત્માને નિર્મળ કરી રહ્યા હતા. સ્મશાન ભૂમિમાં છેક સુધી હજારે શ્રાવકોની હાજરી રહી હતી. નિર્વિદને અગ્નિસંસ્કારનું કામ પૂર્ણ કરી શકાચ્છાદિત મુખે પાછા ફરેલા તેઓએ ઉપાશ્રયે જઈ પરમ પૂજ્ય દાદા મહારાજ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજીના મુખે મંગલ સાંભળ્યું હતું, તે પ્રસંગના વાતાવરણે દરેકની આંખો ભીની કરી દીધી હતી, હેરા ગંભીર બનાવી દીધા હતા અને વાતાવરણ શાન્ત બની ગયું હતું.
ઉપાશ્રયમાં પણ પરમ પૂજ્ય દાદા મહારાજની નિશ્રામાં દેવવન્દનની ક્રિયા વિગેરે વિધિ કરવામાં આવ્યો હતો, તેમાં શહેરના સર્વ ઉપાશ્રયોથી પદ અને મુનિવર પધાર્યા હતા, સર્વના હદય ઉપર સ્વર્ગસ્થના વિરહને ભાર દેખાતો હતો. ક્રિયા પૂર્ણ થયા પછી પરમ પૂજ્ય દાદામહારાજે હિતશિક્ષારૂપે સંભળાવેલા શબ્દો હદયને કેતરી નાખે તેટલા અસરકારક મંગળરૂપ હતા. જેનું સાચું સ્વરૂપ શબ્દોથી આલેખી શકાય તેમ નથી.
મહોત્સવની ઉજવણી :–તેઓના પવિત્ર જીવનના ઉદ્યાપન નિમિત્તે શ્રીસંઘે હાજાપટેલની પિળમાં એક મોટો મહોત્સવ ઉજવ્યો હતો. ઉપાશ્રયની સામેની તે વખતની વિશાશ્રીમાલીની વાડીમાં શ્રી શત્રુંજય ગિરિરાજની ભવ્ય તાદશ રચના, ચંડકૌશિક સર્પને ભગવાન મહાવીરદેવને ઉપસર્ગ, પ્રભુ શ્રી પાર્શ્વનાથ સ્વામિને કમઠને ઉપસર્ગ, ઈત્યાદિ આબેહુબ રચનાઓ જેનારને તે તે પ્રસંગોનું સાક્ષાત્ સરખું ભાન કરાવતી હતી. તે ઉપરાંત ઉપાશ્રયમાં સુવર્ણમય ગઢની રચના વિગેરે અનુપમ કોટિનાં દ રચ્યાં હતાં. એ દશ્યને જેવા રાત્રિના દશ વાગ્યા સુધી માત્ર શહેરના જ નહિ, સેંકડે ગાઉ દૂર દૂરથી પણ રેલ્વે દ્વારા હજારે મનુષ્યો આવતા હતા. દરરોજ ભવ્ય અંગ રચના, સેંકડો શ્રાવકોની હાજરીમાં સર્વ સામગ્રી સહ પૂજા ભણાવવી, વિગેરે દરેક પ્રસંગે જેનારના ચિત્તને આશ્ચર્ય સાથે આનંદ પેદા કરતા હતા. એ સ્મશાન યાત્રા-મહોત્સવ વિગેરેને જોનારાઓ એમ માને છે કે સે વર્ષમાં આવું દશ્ય જોવામાં આવ્યું નથી. ખરેખર ! સ્વગત પૂ. ગુરૂદેવના આત્માની પવિત્રતાનાં એ દશ્ય હતાં એમ કહી શકાય.
દેશ-પરદેશમાં પણ તેઓશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે ભાવુક આત્માઓએ મહોત્સવ ઉજવવાના સમાચાર મળતા હતા.
એમ એ પુણ્યાત્મા ૨૬ વર્ષની વયે દીક્ષિત થયા અને ૪૧ વર્ષ ચારિત્રની નિર્મળ આરાધનાથી સ્વ-પર કલ્યાણ સાધીને ૬૭ વર્ષની ઉમ્મરે સ્વર્ગવાસી થયા. વન્દન હો! કોડે એ પરમ ઉપકારી ગુરૂદેવને! તેઓના પવિત્ર ચારિત્રને!?
વિ. સં. ૨૦૧૨-વી. સં૦ ૨૪૮૨
જેઠ સુદ ૧૦ સેમવાર જૈન વિદ્યાશાળા-અમદાવાદ
લી. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયમનહરસુરીશ્વરજી-શિષ્ય
મુળ ભદ્રકરવિજય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org