________________
ટપણે જે [] આવા બ્રેકેટમાં લીધેલાં છે. તે ઉપરથી સમજી શકાશે કે આ ગ્રંથમાં તેઓશ્રીને કેટલે બધે કિંમતી ફાળો છે. ખુદ ગ્રંથકાર મહાત્મા પ્રશસ્તિના ૧૧-૧૨ મા
લૅકમાં આ હકીકતની ખૂબ કૃતજ્ઞતાપૂર્વક નેધ લેતાં જણાવે છે કે-“જેમણે તર્ક, પ્રમાણ અને નય પ્રમુખ ગહન વિચારમાં પણ સમર્થ વિવેચને કરીને શ્રી શ્રુતકેવલી આદિ પૂર્વ મુનિમહારાજાઓને યાદ કરાવ્યા છે. તે વાચકરાજ શ્રી યશોવિજયજી મહારાજે મ્હારા ઉપર ઉપકાર કરી આ ગ્રંથનું પરિશધન આદિ કરેલ છે. (૧૧)” “આ ગ્રંથમાં અતિ દુર્ગમ એવી પણ સાધુ અને શ્રાવક આદિને લગતી વિવિધ પ્રકારની સામાચારીઓનું આલેખન કરવામાં બાળકના જેવી મંદ ગતિવાળે પણ હું જે ગતિમાન- શક્તિમાન થઈ શક્યો છું, તે તેમના હસ્તાવલંબન-ટેકા જ આભારી છે. (૧૨)” આ ઉપરાંત વાચક શ્રી લાવણ્યવિજયજીએ પણ આ ગ્રંથનું સંશોધન કર્યું છે. તેને ઉલ્લેખ પ્રશસ્તિના ૧૩ મા શ્લેકમાં ગ્રંથકારશ્રીએ કર્યો છે. ગ્રંથનિર્માણ શાથી થયું ?— ને આપણે જોયું છે કે પ્રિઢ સાહિત્યસ્વામીએ સાહિત્યના રસથાળ જેમ સ્વયં ણાથીકુર જનતાના ઉપકાર અથે પીરસે છે, તેમ ક્યારેક સ્વશિષ્યાદિની વિનતિ વિગેરે પ્રેરણા પામીને પણ તેઓ ગ્રંથનિર્માણ કરે છે. પ્રસ્તુત ગ્રંથનિર્માણમાં પણ ગ્રંથકાર મહર્ષિ જેઓશ્રીની પ્રાર્થનાથી પ્રયત્નશીલ બન્યા; તેઓ હતા અમદાવાદ નગરના હાજા પટેલની પિળમાં રહેતા વિશા શ્રીમાળી જ્ઞાતિના શેડ, તેમ જ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિ, સુપ્રસિદ્ધ ધર્મનિષ્ઠ શેઠ મયાભાઈ સાંકલચંદના પૂર્વજ શેઠ શ્રી શાતિદાસ. તેઓ મતિઆ શેઠના પુત્ર હતા. આ પિતા-પુત્ર કેવા ધર્મઠ - ઉદાર શાસનસેવી-તત્વવિલાસી મહાનુભાવો હતા, તેની પણ પ્રશસ્તિ ગ્રંથકારથીએ શ્લેક ૧૫-૧૬-૧૭-૧૮ માં બરાબર જ ગાયેલી છે. પ્રથમાદશના લખનાર
- જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપને સાથે તે સાધુ. જ્ઞાનાદિક ગુણોની આરાધના માટે જેમ શ્રમણ ગ્રંથરચના વિગેરે કરતા હતા, તેમ રચાયેલા ગ્રંથની પ્રથમ શુદ્ધ નકલ લખવાનું કાર્ય પણ તેઓ કરતા હતા અને તે પણ એક મહેતું માનપ્રદ ચાદગાર સેવાના કાર્ય તરીકે ગણાતું હતું. તેમને “પ્રથમાદશ” ના લેખક તરીકે ઉલ્લેખ કરાતો હતે. હોટે ભાગે આ સુયશના ભાગીદાર ગ્રંથરચયિતાના શિષ્ય અથવા નિકટવતિ ભક્તજન બનતા હતા. આ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથના પ્રથમાદર્શના લેખક મુનિ શ્રી કાન્તિવિજયજી ગણિવર હતા. જેમાં ગ્રંથકાર મહાત્માના શિષ્ય હવાને પૂરો સંભવ છે. ગ્રંથકારશ્રીએ આ હકીક્તની નેધ પ્રશસ્તિના ૧૯ માં શ્લેકમાં કરી છે. ગ્રંથમાં કહેવાયેલી વસ્તુ
ગ્રંથકાર મહર્ષિએ વિષયપ્રતિપાદનની સરલતા માટે પ્રસ્તુત ગ્રંથને ચાર વિભાગમાં વહેંચી નાખેલ છે. પહેલા વિભાગમાં ગૃહસ્થને સામાન્ય ધર્મ કહેવામાં આવ્યો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org