________________ થયાં છે. આ સમયમાંહિં પણિ માછિ કસાબ બેબી સોનાર લુહાર ઘાંચી મોચી ભાડભુંજા પ્રમુખ સર્વ જીવની અમારી પલી છે. તથા નવ વખાણ પયૂસણના મહામહોત્સવ મહા આડંબરપૂર્વકપણે સુખ શાતિ થયાં છે. પાસખમણ અઠાઈ અઠમ છઠ પ્રમૂખ વિશેષ તપ થયાં છે. તથા સાતમીવત્સલ પારણાં પ્રભાવના પ્રમુખ વિશેષ ઉત્સવ થયા છે. સંવત્સરીદાન પણિ વિશેષથી દેવાયું છે. બીજા પણિ ઉપધાન માલિાર પણિ વ્રતઉચ્ચાર પ્રમુખ ધર્મકાર્ય થયાં તથા થાઈ છે. પાખી પાખી પિસહતિને તે બોલ દેવાઈ છે. તથા ઉપાધ્યાય શ્રી વિનય વિજયગ, પં. અદ્ધિવિજયગ, પં. મતિવિજયગ, પં. માનવિજય, પં. હર્ષવિજય, . ભાણજી, મુ. ભાણુવિજય, મુ. કેસરવિજય, મુ. પુણ્યવિજય, સાધ્વી સહજશ્રી પ્રમુખ સમસ્ત સંઘાડાની વંદના અવધારવી. પંડિત શ્રી હેમવિજયગ, પંડિત શ્રી વિમલવિજય, પંડિત શ્રી ઉદયવિજય, 5. સત્યવિજય, ગ. પ્રતાપવિજય પ્રમુખ સર્વ શ્રીપૂજ્યજીના પરિવારનિ સંઘની વંદના અવધારવી. તથા શ્રી ઉપાધ્યાયજી વખાણમાંહિ શ્રીપૂજ્યજીના . ગુણ ઘણું વર્ણઈ છે. તેણે કરી અત્રના સંઘનિં શ્રીપૂજ્યજીના ચરણકમલ ભેટવાની ઘણી ઉત્કંઠા ઉપનિ છે. તે માર્ટિ શ્રીપૂજ્યજીઈ ઊજેણિના સંઘ ઉપરિકૃપા અવધારીનિ શ્રીમગરી પાર્શ્વનાથ જુહારવા સારુ પધારવું. માલ દેશ પાવન કરે. જિમ શ્રીપૂજ્યજીને વાંદરાના મરથ સફળ થાઈ. શ્રીપૂજ્યજી મેઘની પરિ ઉપગારી છે, તે માટે કૃપા કરીનિ ઈહા અવશ્ય પધારવું જિમ સંઘના મને રથ સફલ થાઈ તિમ અવધારવું. સેવક સરિખા કાર્ય કામ પ્રસાદ કરવાં, તીર્થયાત્રાઈ સેવકની સંભારવાં– [ આ વિનંતિ પત્ર ઉજજૈનીના શ્રી સંઘે ભટ્ટારકાચાર્ય મહારાજશ્રી પૂજ્ય વિજ્યપ્રભસૂરિજી મહારાજ પર લખેલ છે.