________________ તે પૂજ્યાચાર્યશ્રી એક સમય સામાન્ય મુનિ હતા. જે સમયે પિતે અને બીજા મુનિઓ પૂજ્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ અને પૂજ્યશ્રી વિજયસેનસૂરિજી મહારાજની નિશ્રામાં હતા ત્યારે તેઓશ્રી પણ સાથે જ હતા. મુનિસમૂહમાં સામાન્ય જણાતા તેમનામાં અપૂર્વ તેજ, પૂર્ણ પ્રભાવ, અખંડ સૌભાગ્ય છુપાયેલા છે તે સહવાસી અનેક મુનિઓના જાણવામાં ન હતું. પૂરવર્તી આચાર્ય મહારાજે તેમને જ ગચ્છભાર સુપ્રત કર્યો ત્યારે તેઓશ્રીની પૂર્ણ ગ્યતા અંગે સંશય ધરાવતા મુનિએ પ્રસન્ન થયા ન હતા. તે પૈકી પોતે પણ એક હતા. તપાગચ્છમાં તે સમયે દેવસૂરગછ ને અણસૂરગચ્છ એમ વિભાગની રસાકસી હતી. અપ્રસન્ન થયેલ મુનિઓમાંના કેટલાએક અણસૂરગચ્છને અનુસર્યા હતા. પૂર્વે સ્વલ્પકાળ માટે તેમણે પણ તે પ્રમાણે કર્યું હતું. આજે તેમને પિતાના તે ચંચલ વિચાર અંગે પશ્ચાત્તાપ થતે હતે. વર્તમાનકાલીન શ્રીપૂજ્ય સાથેના પિતાના પ્રસંગે-અનુભો તેમના મનમાં એક પછી એક યાદ આવવા લાગ્યા. ઈડરગઢમાં થયેલ મેળાપ, આચાર્યશ્રીએ કહેલ હિતવચને તે સર્વ સ્મરણમાં ગુંજવા લાગ્યું. આજે તેમને સમજાતું હતું કે પોતાનું ગચ્છપરિવર્તન એ મિષ્ટ જલનું મત્સ્ય ફિકકા પાણીમાં જઈને પુષ્ટ થવા ઈચ્છે તેના જેવું થયું હતું. પિતાના અનેક વિશ્વાસપાત્ર મિત્ર મુનિમહારાજાઓએ ગચ્છ પરિવર્તન કર્યું ન હતું. તે સર્વના સમ્બન્ધ ને સહકારથી પિતે થોડા સમય માટે વંચિત રહ્યા તેનું તેમને તીવ્ર