________________ श्रीगौतमस्वामिने नमः પરિચય કાવ્યરચનાનું પૂર્વરૂપ આકાશમાં વષવષીને ઉજજવળ યશને વરેલા વિમળ વાદળો વિહાર કરતા હતા, આજુબાજુ પર્વતેમાં ધીરેધીરે વહેતા ઝરણાના મીઠા અવાજ સંભળાતા હતા. ભાદ્રપદ માસ હતે. શરદૂઝતુ હતી, પૂર્ણિમાનો દિવસ હતું, રાત્રિને સમય હત, વાતાવરણ શાન્ત અને નીરવ હતું. તે સમયે મરુધર દેશના મણિસમા જોધપુર નગરના ઉપાશ્રયમાં એક મુનિ અગાસીના છજા નીચે વિચારનિદ્રામાં લીન વિરાજ્યા હતા. , તે મુનિની વિદ્વત્તાની ખ્યાતિ જનપદમાં પૂર્ણ પ્રસાર પામી હતી. ગ્રન્થલેખનકૌશલ તે તેમને વરી ચૂકયું હતું. તેમની લેખિનીથી આલેખાયેલ વિષને જનતા રસભેર વાંચતી ને સાંભળતી. જીવનના મોટા સમયની સાર્થકતા તેઓએ વિવિધ વિષયના ગ્રન્થસર્જનમાં જ કરી હતી. .. તે મુનિનું શુભ નામ “વિનયવિજયજી' હતું. યોગ્યતાને યેગે પંચપરમેષ્ઠિમાંનું ચોથું પદ તેમણે પ્રાપ્ત કર્યું હતું. જનતા તેમને “ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી ગણી” એ પ્રમાણે પૂર્ણનામે પીછાનતી હતી. - આજે તેઓ વિચારનિદ્રામાં હતા. કારણ એમ હતું કેતેમને તપાગચ્છાધિપતિ શ્રીપૂજ્ય ભટ્ટાસ્કાચાર્ય વિજયપ્રભસૂરીશ્વરજી મહારાજનું મરણ થયું હતું. . છે.