________________ કાંઈક ઉપયોગી કલિકાલ સર્વજ્ઞ પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મ. ખરેખર પ્રાચીન ભારતીય સાહિત્યના ચમકતા સીતાર સમા, પ્રકાંડ વિદ્વાન, દિગજ પંડિત અને શબ્દ શાસ્ત્રના સમર્થ સર્જક હતા. ગૂર્જર નરેશ્વર શ્રી સિદ્ધરાજ જયસિંહની પ્રાર્થનાથી જૈન શાસનના તિધર આ મહાપુરૂષે “શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનાં વ્યાકરણ ગ્રંથની મૌલિક રચના કરીને, ભારતીય પ્રાચીન સાહિત્ય સૃષ્ટિમાં અદ્ભુત ચમત્કાર સજર્યો હતે. તે “શબ્દાનુશાસન'ના આઠ અધ્યાય દ્વારા તેઓશ્રીએ સમસ્ત પ્રાચ્ય ભાષાઓનું તલસ્પર્શી અને અગાધ જ્ઞાન દર્શાવેલ છે. જે શબ્દ શાસ્ત્રના જ્ઞાન માટે, એના જેવું અન્ય કેઈ સમર્થ શાસ્ત્ર નથી, એમ જરૂર કહી શકાય. સાત અધ્યાયમાં પૂજાપાશ્રીએ સંસ્કૃત ભાષાનું જ્ઞાન, સાંગોપાંગ ને સર્વાગ સમૃદ્ધ દર્શાવ્યું છે, એમ અવશ્ય કહી શકાય. - છેલે આઠમે અધ્યાય કે જેની રચના દ્વારા પૂજ્યપાદશ્રીએ-પ્રાકૃત-અપભ્રંશ, પિશાચી, શૌરસેની, માગધી આદિ ભાષાઓનું મર્મસ્પશી જ્ઞાન આપ્યું છે, તેને અભ્યાસી ભાષા પ્રેમી સ્વાધ્યાય શીલ વાચકને નવનીત રૂપ આ અધ્યાય ખૂબ જ ઉપકારક ને બેધક છે.