________________ પ્રસ્તાવના પ્રસ્તુત પ્રાકૃત વ્યાકરણ મૂળની પ્રકાશિત થતી આ પુસ્તિકાનું કદ ભલે નાનું છે. પરંતુ “પ્રસ્તાવના એ પ્રન્થની શોભા છે” એ ઉક્તિને સાર્થક કરવાની પ્રેરણા લઈ ડુ લખવા માટે પ્રેરાય છું. પ્રાકૃતભાષાએ તે આપણું સ્વાભાવિક માતૃભાષા અને લેકભાષા છે. આ ભાષા વડે પૂર્વકાળમાં વિશાળ ભારતમાં જુદે જુદે સ્થાને વસતા આપણું પૂર્વજોને અરસપરસને વ્યવહાર ચાલતો હતો અને બેલવાલખવામાં પણ એ જ ભાષાને ઉપયોગ થતો હતો. - પરમ કૃપાળુ પરમાત્માના અમૃતતુલ્ય સુવચનને ઝીલતી પ્રાકૃત ભાષા પ્રકૃતિમધુર અને સ્વાભાવિક મનહર હવાથી બેલવામાં સરળ અને સમજવામાં સુગમ હોવાથી વિદ્વાનોએ એ ભાષાને હૃદયસ્થ બનાવી હતી તેથી જ ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસની શોધખોળ માટે પ્રાકૃત ભાષાનું સાહિત્ય બહુ જ ઉપયોગી થઈ શકે તેમ હતું પરંતુ કાળબળે તેમાં ધીમેધીમે પરાવૃત્તિ થતી ગઈ. આજે પ્રાકૃતભાષા લુપ્તપ્રાય; થવા આવેલ છે તે દુઃખની વાત છે. અસ્તુ ! આ ભારતદેશના વિદ્વ૬ શિરેમણિ નિઃસ્વાર્થ પરોપકાર કરનાર સતિએ આપણું સૌના લાભ માટે પિતાનાં અમૂલ્ય સમય અને શક્તિને વ્યય કરી વિવિધ ભાષાઓની રચના કરી છે. તેમાં મૂર્ધન્ય સ્થાને બિરાજમાન કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત 1008 શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનના અષ્ટમ અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ આપી મહદ્ ઉપકાર કરેલ છે.