________________ ન આ ભાષાને નિયમબદ્ધ કરવામાં આવી છે એટલે એને દેશકાળના સીમાડા બાધક ન બન્યા. જ્યારે બીજી લેકભાષાપ્રાકૃત બેલી માટે બાર ગાઉએ બોલી બદલાય એવી સ્થિતિ હતી. વ્યવહારની ભાષા વ્યાકરણશાસ્ત્રથી સુસંસ્કારી એટલે નિયમબદ્ધ બનતાં સંસ્કૃત ભાષા જન્મી, એટલે આ દેશની હરકોઈ વ્યક્તિ એને શીખી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ. એટલે જ આ ભાષામાં તમામ દર્શનકાએ પોતાના સાહિત્યની જંગી રચના કરી છે. ભારતીય સંસ્કૃતિના આત્માને એકતાના સત્રે બાંધનાર, વિવિધતામાં એકતાનો અનુભવ કરાવવામાં આ ભાષાને ફાળે ઘણે ઉમદા રહ્યો છે. જો કે દરેક ધર્મશાસ્ત્રકારોએ પોત પોતાના મૂળભૂત શાસ્ત્રો માટે સ્વતંત્ર ભાષાઓ અપનાવી છે. જેમકે જેને એ પ્રાકૃત, વૈદિકે એ સંસ્કૃત અને બૌદ્ધોએ પાલી. એમ છતાં આ ધર્મશાસ્ત્રોને સમજાવવા માટે જે ભાષાને છૂટથી ઉપયોગ થયે તે બહુલતાએ સંસ્કૃત ભાષાને જ થયો છે. આ સમજાવવા માટે રચાયેલી સંસ્કૃત રચનાઓ સર્વત્ર રીજા શબ્દથી ઓળખાય છે. આમ ભારતીય સંસ્કૃતિને આમા ભાષામાં શબ્દબદ્ધ થઈ વણાઈ ગયે. આવી વ્યાપક સર્વત્ર સમાન સમાદરને પાત્ર બનેલી ભાષા પ્રત્યે આજે પતી ઉતરી છે. દેવભાષાથી ઓળખાતી ભાષા પ્રત્યે એની જન્મદાત્રી ધરતીમાં જ અભાવ, અપ્રીતિ, તિરસ્કાર અને અતિ ઉપેક્ષાના ભાવ પ્રગટ થઈ રહ્યાં છે. વિદ્યાથી એનું આ ભાષા પ્રત્યે સાવકી મા કરતાંએ ખરાબ એવું વર્તન જોઈને કેઈ પણ સંસ્કૃતપ્રેમી ભારતીયને દુઃખ અને ચિંતા થયા વિના નહીં રહે. * ચરિત્રે આજ ભાષામાં લખાયા છે. એટલે જે આ ભાષાને અનુવાદ થાય તે જ તેને લાભ બહુજન ઉઠાવી શકે. આ માટે પ્રયાસ કર્યો પણ ભાષાંતરકારેને દુકાળ, કિલષ્ટ