________________ તેમજ શ્રી સંઘમાં થયેલ અડ્ડાઈ તપના સર્વ આરાધકેનું બહુમાન અ૦ સૌપ્રેમબહેન રસીકલાલ મરડીયાએ કર્યું હતું. આ સર્વ શુભ પ્રસંગેની સ્મૃતિ રૂપે અમારા સંઘ તરફથી ત્રણ પુસ્તકોનું પ્રકાશન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. તેમાંથી આ દ્વિતીય પુસ્તકનું પ્રકાશન કરતાં અમે આજે આનંદ અનુભવીએ છીએ. શ્રી આબાવાડી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંધ-વતી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી ઉજવણી પ્રસંગ નિમિત્તે આ પ્રકાશન કરવામાં આવ્યું છે. શ્રી આંબાવાડી છે. મૂર્તિપૂજક જૈન શ્રી સંઘ.