________________ પર્યુષણ મહાપર્વની આરાધના, શ્રી પંચદશાહ્નિકા જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ તથા સર્વ તપસ્વીઓનું કંચનહાર દ્વારા સામૂહિક બહુમાન વગેરે પ્રસંગે ખૂબ જ સુંદર રીતે પરિપૂર્ણ થયા હતા. આ શુભ પ્રસંગમાં પરમ પૂજ્ય આચાર્ય મ0 શ્રી વિજયરામસૂરીશ્વરજી મ. સા(ડેલાવાળા), પ. પુ. આચાર્ય મઠ શ્રી પ્રિયંકરસૂરીશ્વરજી મ. સા., પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયકીતિચંદ્રસૂરીશ્વરજી, પ. પૂ. આચાર્ય મશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા., 50 પૂ. પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા., પ. પૂ. પંન્યાસ શ્રી જયકીર્તિ વિજયજી મ. સા. આદિ ઠાણું સમયાનુસાર પધારેલ. તેમ જ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ શેઠ, શ્રી રમણીકભાઈ અંબાણી, શ્રી યુ. એન. મહેતા, શ્રી લાલભાઈ દેવચંદ શેઠ, શ્રી સી. એમ. બાંધણીવાળા, શ્રી બાબુભાઈ વાસણવાળા, શ્રી નરપતલાલ નાગરદાસ શાહ, ડો. કુમારપાળ દેસાઈ, શ્રી શાંતિલાલ સેમચંદ કાજી, શ્રી મનુભાઈ ઘડીયાળી ઈત્યાદિ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સિદ્ધિતપના તપસ્વીઓના બહુમાનને લાભ તથા શ્રી સિદ્ધિતપના તપસ્વીઓને શ્રી નાગેશ્વર પાશ્વનાથતીર્થ સહિત અનેક તીર્થોની યાત્રા કરાવવાને અમૂલ્ય લાભ અ. સી. સુશીલાબહેન રમેશભાઈ શાહે લીધો હતો.