________________ સંસ્કૃત બીજી ચેપડી नष्टे मृते प्रव्रजिते क्लीबे च पतिते पतौ / पञ्चस्वापत्सु नारीणां पतिरन्यो विधीयते / / तिम्रः कोऽयोधकोटी च यानि लोमानि मानवे / तावत्कालं वसेत्स्वर्ग भर्तारं यानुगच्छति // ગુજરાતી વાક્યો 1. તે મહિનાની ૨૭મી તારીખે પંડિતોની સભા ભરાઈ હતી. 2. તે વખતે નવ્વાણું માણસોની પરીક્ષા લેવાઈ હતી, તેમાંથી ચોપન માણસ વ્યાકરણમાં સારા વિદ્વાન માલૂમ પડયા. 3. પંડિતા કહે છે કે અઢાર પુરાણે છે અને ચોવીસ સ્મૃતિઓ છે. 4. પહેલાં ત્રણ વેદ હતા-ઋષેદ, યજુર્વેદ અને સામવેદ, પછીથી ચાર થયા. પ. હાલ યજુર્વેદની બે મુખ્ય શાખાઓ છે. 6. મનુસ્મૃતિના બાર અધ્યાય છે, અને સાતમામાં રાજાઓના ધમ ગણાવ્યા છે. ' 7. આસો માસની શુકલ પક્ષની દશમીએ દક્ષિણમાં લોકે અરસપરસ શમનાં પાદડાં “તે સેનું છે એમ કહી આપે છે. 8. પાંચે પાંડથી સવ શત્રુઓ માર્યા ગયા. .9. રામે રાવણનાં દશ માથાં કાપી નાખ્યાં. 10. તેણે ચાર વિદ્યામાં, છ શાસ્ત્રમાં અને ચેસઠ કળામાં પ્રવીણતા મેળવી. 11. ત્રણ વખત મેં તેને જવાને કહ્યું, અને તે જ્યારે ન ગયો ત્યારે મેં તેને લાત મારી.. 12. જુદી જુદી આઠ દિશાના આઠ દિગ્યાળ છે,એમ હિંદુઓ માને છે. * આ પ્રયોગ પાણિનિના નિયમથી વિરુદ્ધ છે. ગયા પાઠને ૩જે નિયમ જુઓ.