________________ (પર) 71 ત્રણ પ્રકારે ગુપ્તિને ચાર પ્રકારને અભિગ્રહ मणवयणकायएहिं, गुत्तो पालिज भिग्गहो। दव्वओ खित्तओ चेव, कालओ भावओ मुणी // 114 // મન, વચન અને કાર્ય એ ત્રણ ગુપ્તિવડે ગુપ્ત એવા મુનિએ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે અભિગ્રહ પાળવો જોઈએ, 114, ૭ર મુનિ કેવા હોય ? एवं सामायारी-संजुत्ता चरणकरणमाउत्ता। ते हु खवंति कम्मं, अणेगभवसंचियमणंतं // 115 // 'આ પ્રમાણે જે સાધુ સામાચારીવડે યુક્ત હોય અને ચરણ કરણમાં ઉપયોગવાળા (ઉપયુકત-સહિત) હેય તે અનેક ભવના ઉપાર્જન કરેલા અનંતા કર્મને ખપાવે છે. 115, 73 આઠે કર્મના બંધની જઘન્ય સ્થિતિ. बारस मुहुत्त जहण्णा, वेयणीए अह नामगोयाणं / सेसाणंतमुहुत्तं, एसा बंधट्टिई होई // 116 // વેદનીય કર્મની જઘન્ય બંધસ્થિતિ બાર મુહૂર્તની છે, નામકર્મ અને ગોત્રકમની જઘન્ય બંધસ્થિતિ આઠ મુહૂર્તની છે. બાકીના પાંચ ( જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય, આયુષ્ય અને અંતરાય) કર્મની જઘન્ય બંધસ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. 116, 74 આઠે કમની ઉત્કૃષ્ટ સ્થિતિ. मोहे सत्तरि कोडा-कोडी वीसं च नामगोयाणं / तीसयराण चउन्हं, तित्तीसयराइं आउस्स // 117 //