________________ (49) મનુષ્ય ગતિ, પચંદ્રિય જાતિ, રસપણું, ભવ્યપણું, સંજ્ઞીપણું, યથાખ્યાત ચારિત્ર, ક્ષાયિક સમકિત, અનાહારીપણું, કેવળજ્ઞાન અને કેવળદર્શન-આસઠ માર્ગણા પિકી આ દશ માગણએ જીવ મોક્ષ પામે છે; તે સિવાયની માગણાને વિષે મોક્ષ નથી. 105 63 સામાન્ય ઉપદેશ. आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं / संकाए सम्मत्तं, पव्वज्जा अत्थगहणेणं // 106 // આરંભના કાર્ય કરવામાં દયા હોતી નથી (અહિંસા વ્રત પાળી શકાતું નથી), સ્ત્રીને સંગ કરવાથી બ્રહ્મચર્ય (ચતુર્થવ્રત) નાશ પામે છે, ધર્મને વિષે શંકા રાખવાથી સમકિતને નાશ થાય છે, અને ધન ગ્રહણ કરવાથી પ્રવજ્યા (મુનિપણું)નાશ પામે છે. 106 64 બ્રહ્મચર્યની શ્રેષ્ઠતા. जे बंभचेरभठ्ठा, पाए पाडंति बंभयारीणं / ते हुंति टुंटमुंटा, बोही पुण दुल्लहा तेसिं // 107 // જે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલા મનુષ્ય-શ્રાવક કે સાધુ જે બીજા બ્રહ્મચારીઓ (બ્રહ્મવતવાળાઓ)ને પિતાના પગમાં પાડે (પિતાને વંદન કરાવે-પગે લગાડે) તે તે પરભવમાં ચૂંટાખુંટા (લુલાપાંગળા) થાય છે, અને તેમને બોધિ (સમકિત) દુર્લભ થાય છે. 107 ' 65 સાધુલિંગ છતાં અવંઘ એવા પાંચ. पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो। ... अहच्छंदो वि य एए, अवंदणिज्जा जिणमयम्मि // 108 // - પાર્થસ્થ, અસત્ત, કુશીલ, સંસકા અને યથાઅંદ-આવા પાંચ પ્રકારના સાધુઓ જિનશાસનને વિષે વાંદવા વેક્ય નથી. 108