________________ (46) જેઓ સર્વ કળાઓમાં એક એવી ધર્મરૂપ કળાને જાણવા નથી તેઓ કદી પુરૂષની બહેતરે કળાઓમાં કુશળ અને પંડિત હોય તે પણ તેઓ અપંડિત જ છે. જ્યાં સુધી ધર્મકળા જાણી નથી ત્યાં સુધી તેમની જાણેલી બીજી સર્વ કળાઓ નિષ્ફળ છે. 95 थोवं थोवं धम्मं, करह जइ ता बहुं न सकेह / ... पिच्छह महानईओ, बिंदूहि समुद्दभूयाओ // 96 // હે પ્રાણી ! જો તું ઘણે ધર્મ કરી ન શકે તો શેડ થોડો પણ ધર્મ કર, જુઓ ! કે બિંદુબિંદુએ કરીને પણ મહાનદીઓ સમુદ્ર જેવડી થાય છે. તેથી તું પણ થોડો થોડો ધર્મ કરતાં પ્રાંતે વધારે ધર્મ કરનારે થઈ શકીશ એ નિસંદેહ છે. 96 जं सकइ तं कीरइ, जं च न सकइ. तस्स सद्दहणा / सद्दहमाणो जीवो, पावइ अयरामरं ठाणं // 97 // જેટલી શક્તિ હોય તે પ્રમાણે ધર્મ કરે (શક્તિને ગેપવવી નહીં) અને જે ધર્મ કરવાની શક્તિ ન હોય તેની માત્ર સહણ પણ કરવી ગ્ય છે; કેમકે સદ્ધહણ કરતો જીવ પણ પ્રાંત ધર્મનું આરાધન કરીને અજરામર (મોક્ષ) સ્થાનને પામી શકે છે. જેઓ ધર્મની સહણા જ કરતા નથી તેઓ આ સંસારમાં પરિ. ભ્રમણ કરે છે. 7 सव्यजगजीवहियओ, हेऊ सव्वाण ऋद्धिलद्धीणं / उवसग्गवग्गहरणो, गुणमणिरयणायरो धम्मो // 98 // ધર્મ સર્વ જગતના જીવોને હિતકર છે, સર્વ પ્રકારની સમૃદ્ધિ અને લબ્ધિઓને પ્રાપ્ત કરવાનો હેતુ છે, ઉપસર્ગોના સમૂહો નાશ કરનાર છે અને ગુણરૂપી મણિઓને રત્નાકર સમુદ્ર છે. અર્થાત ધર્મરૂપી રત્નાકરમાં (સમુદ્રમાં) ગુણરૂપી મણિઓ ભરેલા છે. 98 . * ' |