________________ (45) વડે કીર્તિ વિસ્તાર પામે છે. અર્થાત ધર્મજ સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે, ત્યાર धम्मो मंगल मूलं, ओसहमूलं च सव्वदुक्खाणं / धम्मो सुहाण मूलं, धम्मो ताणं च सरणं च // 92 // ધર્મ મંગળમાત્રનું મૂળ છે- સર્વ પ્રકારના મંગળિક ધર્મથી પ્રાપ્ત થાય છે. ઘર્મ સર્વ દુઃખનું મૂળ ઔષધ છે ધર્મરૂપ ઔષધથી સર્વ દુ:ખે નાશ પામે છે, ધર્મ સર્વ સુખનું મૂળ છેસર્વ પ્રકારના સુખો ધર્મથી પ્રાપ્ત થાય છે અને ધર્મ પ્રાણુઓનું ત્રાણ (રક્ષણ કરનાર) તથા શરણભૂત છે. કેમકે ધર્મ જ દુર્ગતિમાં જતાં રેકે છે-જવા દેતો નથી. તેથી જ તે ધર્મ કહેવાય છે. દર धणओ धणठियाणं, कामठ्ठीणं च सव्वकामकरो। सग्गअपवग्गसंगम-हेऊ, जिणदसिओ धम्मो // 93 // જિનભાષિત ધર્મ એ ધનના અથઓને ધનદ (કુબેર) સર ધન આપનાર છે. કામના અર્થીઓને સર્વ પ્રકારના કામની પ્રાપ્તિ કરાવનાર છે, તથા સ્વર્ગ અને મોક્ષનો સંગમ કરાવવાના અર્થાત તેને પ્રાપ્ત કરાવવાના કારણે અથવા સાધનરૂપ જિનભાષિત ધર્મ જ છે. 93 धम्मेण विणा जइ चिंतियाइं, जीवा लब्भंति सव्वसुक्खाई। ता तिहुअणम्मि सयले, को विन हु दुक्खिओ हुजा॥९४॥ - જો કદાચ ધર્મ વિના જ પ્રાણુઓ સર્વ વાંછિત સુખને પામતા હોય તો આ સમગ્ર ત્રણ ભુવનને વિષે કઈ પણ જીવ દુ:ખી હાય જ નહીં, પરંતુ તેમ નથી. ધર્મથી જ વાંછિત સુખ મળે છે, તેથી જ ધર્મહીન છ જગતમાં દુ:ખ પામે છે. 94 बावत्तरीकलाकुसला, पंडियपुरिसा अपडिया चेव / सव्वकलाण वि पवरं, जे धम्मकलं न याति // 15 //