________________ પડી, વૃષમાં 31 ઘડી જ પળ. મિથુને સંક્રાંતિમાં 33 ઘડી 12 પળ, કઈમાં પહેલે દિવસે 33 થી 48 પળ હોય છે, ત્યારપછી ઘટતું જવાથી સિંહમાં 33 ઘડી 12 પળ, કન્યામાં 31 ઘડી 46 પળ, તુલામાં 30 ઘડી, વૃશ્ચિકમાં 28 ઘડી 14 પળ ને ધન સંક્રાંતિમાં પહેલે દિવસે 26 ઘડી 48 પળ ને છેલ્લે દિવસે ર૬ ઘડી 12 પળ રહે છે, તેટલું મકરને પહેલે દિવસે સમજવું. 11 શ્રી મહાવીરસ્વામી તથા પદ્મનાભસ્વામીનું અંતર. सहसा वास चुलसी, वासा सत्तेव पंच मासा य / वीरं तह पउमाणं, अंतरमेयं वियाणाहि // 25 // રાશી હજાર ને સાત વર્ષ તથા પાંચ માસ એટલું મહાવીર સ્વામીના નિર્વાણ અને પદ્મનાભસ્વામીના ગર્ભવતરણનું અંતર જાણવું. (ચોથા આરાના 3 વર્ષ 8 માસ, અવસર્પિણીના પાંચમા ને છઠ્ઠા આરાના ને ઉત્સપિણીના પહેલા ને બીજા આરાના કુલ 4 આરાના 84000 વર્ષ અને ઉત્સણિીના ત્રીજા આરાના 3 વર્ષ 8 માસ મળીને એટલું સમજવું.) 25 12 આવતી ચોવીશીમાં થનાર તીર્થકરના જીવોના નામ. सेणिय सुपास उदई, पुट्टिल दढाओ सच्चकित्ती य / संखो आनंद सुनंदो, सयगो सच्चइ वसुदेवो // 26 // देवकी बलदेवो, सुलसा रोहिणी रेवई सयाली य / दीवायण कन्न नारय, अंबड अमर सयबुद्धे // 27 // શ્રેણિક રાજા 1, સુપાશ્વ 2. ઉદાયીરાજા 3, પિટિલ 4, દદાય - 5, સત્યકીતિ (કાર્તિકશેઠ બીજા) 6. શંખ 7, આનંદ 8, સુનંદ 9 શતક 10, સત્યકિ 11, વસુદેવ ( કૃષ્ણવાસુદેવ ) 12, દેવકી 13 બલદેવ (બળભદ્ર) 14, સુલસા 15, રહિણી 16, રેવતી