________________ અંતસમયે (આયુષ્યને છેડે) વ્યસન (કચ્છ)ને પામેલો જે કોઈ પણ પ્રાણી આ પચ નવકારમંત્રને બોલી ન શકે પણ માત્ર સાંભળે તો પણ તે પ્રાણુ જે કદાચ મોક્ષ ન પામે તો પણ વૈમાનિક દેવ તો અવશ્ય થાય છે. આમાં ભાવની વિશુદ્ધિની તન્મયતાની વિશેષતા સમજવી. 10 3 શત્રુંજય તીર્થનાં મુખ્ય 2 નામો. विमलगिरि मुत्तिनिलओ, सत्तुंजो सिद्धिखित्त पुंडरीओ। हरिसिद्धसिहरो सिद्धि-पव्वओ सिद्धराओ अ॥११॥ बाहुबली मरुदेवो, भगीरहो तह सहस्ससंजुत्तो / कूडसयअटुत्तर, नगाहिराओ सहस्सकमलो // 12 // ढिंको कोडिनिवासो, लोहिच्च तालज्झओ कयंबो य / सुरनरमुणिकयनामो, सो विमलगिरी जयउ तित्थं // 13 // વિમળગિરિ 1, મુક્તિનિલય 2, શત્રુંજય 3 સિદ્ધિક્ષેત્ર 4 - પુંડરીકગિરિ 5, હરિસિદ્ધશિખર 6-7, સિદ્ધિપર્વત [સિદ્ધાચળ] 8. સિદ્ધરાજ 9, બાહુબલી 10, મરૂદેવ 11, ભગીરથ 12 તથા સહસ્રસંયુક્ત, 13, અષ્ટોત્તર શતકૂટ 14, નગાધિરાજ 15, સહકમળ 16, ઢીંક [ઢંક] 17, કેરિનિવાસ 18, લહિત્ય 19 તાલધ્વજ ર૦ અને કદંબ રા આ સર્વ શત્રુંજય પર્વતનાં નામો દેવ, મનુષ્ય અને મુનિઓએ કરેલાં છે, [પાડેલાં છે] તે વિમલગિરિ તીર્થ જવંત વર્તે 11-12-134 જ આમાં બે નામને સમાવેશ જણાય છે. 1 એકસો આઠ શિખરવાળો. x બીજે બતાવેલા 21 નામમાં ઉજજયંતગિરિ (રેવતગિરિ), પુણરાશિ, મહાબળ અને દશકિત નામ છે તે આમાં નથી અને હરિસિદ્ધશિખર સહસ્ત્ર સંયુક્ત ને નગાધિરાજ તેમાં નથી.