________________ (21) ૩ર૭ ઉત્કૃષ્ટ ને જઘન્યકાળે થતા તીર્થકરોની સંખ્યા તથા જન્મ સંખ્યા सत्तरिसयमुक्कोसं, जहन्न वीसा य जिणवरा इंति / जम्मं पइमुक्कोसं, वीस दस हुंति य जहन्ना // 532 // અઢી દ્વીપમાં થઈને ઉત્કૃષ્ટા-વધારેમાં વધારે એક કાળે (ઉત્કૃષ્ટ કાળે) એકસો ને સીતેર તીર્થકરો હોય છે, (મહાવિદેહ ક્ષેત્રની બત્રી વિજયોમાં એક એક તીર્થકર હેવાથી એક મહાવિરહ ક્ષેત્રમાં બત્રીશ તીકરો હોય, તે જ પ્રમાણે પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં દરેક વિજયમાં એક એક હોવાથી એકસો ને સાઠ તીર્થંકર હોય અને તે જ કાળે દરેક ભારત અને દરેક એરવત ક્ષેત્રમાં પણ એક એક હેવાથી પાંચ ભરતના પાંચ અને પાંચ એરવતના પાંચ મળી દશ તીર્થંકરે એકસે ને સાઠ સાથે મેળવતાં કુલ એકસો ને સીતેર થાય છે.) અને જઘન્ય કાળે વીશ તીર્થંકર હોય છે. ( જઘન્ય કાળે એટલે વર્તમાનકાળે એકેક મહાવિદેહ ક્ષેત્રમાં ચાર ચાર તીર્થંકર વિહરમાન છે, તેથી પાંચ મહાવિદેહના મળીને વીશ થાય છે. જઘન્ય કાળ ભરત અને ઐરવત ક્ષેત્રમાં જ્યારે તીર્થંકર ન હોય તે સમજે, કેમકે જ્યારે પાંચ ભરત ને પાંચ ઐરવતમાં એકેક હેાય ત્યારે તે દશ મળીને ત્રીશ તીર્થંકરે વિચરતા હોય છે. આ મધ્ય કાળ સમજે. આ બાબત વિચરતા તીર્થકરને આશ્રીને કહી છે.) જન્મને આશ્રીને તો એકી વખતે ઉત્કૃષ્ટ વીશ તીર્થકરોને જન્મ થાય છે અને જશેન્યથી દશ તીર્થકર એક કાળે જન્મે છે. પર, (પાચે મહાવિરહના વીશ તીર્થકરે સમકાળે જન્મતા હોવાથી વીશ અને ભરત ઐરવતમાં સમકાળે જન્મતા હોવાથી દરે સંમજવા.)