________________ (212) વિચારી તેના ચિત્તની સમાધિ માટે તેની પાસે સિંહકેસરીઆ મોદકનો ભરેલો થાળ લાવી કહ્યું કે “હે પૂજ્ય! આ સર્વ સિંહકેસરીઆ મોદક ગ્રહણ કરે તે જોઈ સાધુએ તે ગ્રહણ કર્યા અને તેનું, મન સ્વસ્થ થયું. પછી શ્રાવકે તેમને કહ્યું કે હે પૂજ્ય ! આજે મારે પૂર્વાર્ધ (પુરિમઠ્ઠ)નું પચ્ચખાણ છે, તે પૂરું થયું કે નહીં? " . તે સાંભળી સાધુએ ઉપગપૂર્વક ઉંચે આકાશમાં જોયું તો મધ્ય રાત્રિનો સમય જાય એટલે તેમણે પશ્ચાત્તાપ કરવા પૂર્વક શ્રાવકને કહ્યું કે-“ તમે મને સારી પ્રેરણા કરીને સંસારસમુદ્રમાં ડુબતા બચાવ્યો. ) ઇત્યાદિ કહી આત્માની નિંદા કરતા તથા વિધિપૂર્વક તે વહેલા મોદકેને પરઠવતા શુદ્ધ ધ્યાનમાં મગ્ન થઈ ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા ઈત્યાદિ. આ લેબપિંડ ઉપર દૃષ્ટાંત જાણવું આ ચારે દુષ્ટતો વિસ્તારથી પિંડનિર્યુક્તિની ટીકામાં આપેલાં છે. પર૬. 324 સાત સમુદઘાતનાં નામवेयण 1 कसाय 2 मरणे 3, वेउव्विय 4 तेअए 5 य आहारे 6 / केवलिय समुग्घाए 7 सन्नीण सत्त समुग्घाया // 527 // વેદના સમુદ્દઘાત 1, કષાય સમુદ્દઘાત 2, મરણ સમુદ્દઘાત 3, વૈકિય સમુદ્દઘાત 4, તૈજસ સમુદઘાત 5, આહારક સમુદ્દઘાત 6 અને કેવલિ સમુધાત ૭-આ સાતે સમુદ્દઘાત સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્યને હોય છે. પર૭. ( આ સાત પૈકી એક છેલે સમુદ્દઘાત કેવળીને અને બાકીના છ છદ્મસ્થને હોય છે. પ્રારંભના ત્રણ સર્વ જીવોને હોય છે. આ સાતનો વિસ્તાર દંડકાદિ પ્રકરણેથી જાણ ) 325 પાપની આલેચના. जे मे जाणंति जिणा, अवराहं बिसु ठाणेसु / ' तेहिं आलोएमि, उवडिओ सव्वभावेण // 528 //