________________ (ર૦૪) દેશિક રાષ-પૂર્વ તૈયાર કરેલા ભાત લાડુ વિગેરેને મુનિને નિમિત્તે દહીં ગોળ વિગેરેવડે મિશ્ર કરી સ્વાદિષ્ટ બનાવે તે, 2, પૂતિકર્મ– શુદ્ધ આહાર આધાકમ આહારમાં નાંખી મિશ્ર કરે અથવા આધાકમ આહારથી ખરડાયેલી કડછી વિગેરેવડે શુદ્ધ આહાર વહેરાવવો તે. 3, મિશ્રજાત-જે આહાર પિતાને માટે તથા સાધુને માટે પ્રથમથી જ સંકલ્પ કરીને બનાવવું તે૪, સ્થાપના સાધુને માટે ક્ષીર વિગેરે વસ્તુ જૂદી કરી જુદા વાસણમાં રાખી મૂકવી તે. 5, પ્રાભૂતિકા–વિવાહાદિકનો પ્રસંગ આવવાને વિલંબ હેય છતાં સાધુને ગામમાં રહેલા જાણી તે લાભ લેવા માટે વહેલા વિવાહમહત્સવ કરે અથવા વિવાહાદિકનો સમય નજીક છતાં સાધુને આવવાની રાહ જોવા માટે વિલંબ કરે તે. 6, પ્રાદુષ્કરણઅંધકારમાં રહેલી વસ્તુ દીપક વિગેરે કરવાવડે અથવા ભીંત વિગેરે દૂર કરવાવડે પ્રકાશિત કરીને આપવી તે. 7, દીત સાધુને માટે કઈ પણ વસ્તુ વેચાતી લઈને-લાવીને આપવી તે. 8, પ્રામિય–સાધુને માટે કઈ પણ વસ્તુ ઉધારે કે ઉછીતી લઈને આપવી તે. 9, પરાવતિત-સાધુને માટે પિતાની વસ્તુ બીજાની વસ્તુ સાથે બદલાવી સાધુને ખપે તેવી લાવીને તે સાધુને આપવી તે. 10, અભ્યાહત હારાદિક સાધુના ઉપાશ્રય વિગેરેમાં સન્મુખ લાવીને સાધુને આપવો તે. 11, ઉભિન્ન-કુડલા વિગેરેમાંથી ઘી વિગેરે કાઢવા માટે તેના મુખ ઉપરથી માટી વિગેરે દૂર કરી અથવા કપાટ, તાળું વિગેરે ઉઘાડી તેમાંથી જોઈતી વસ્તુ કાઢી સાધુને વહેરાવવી તે, 12, માલાપદત-માળ, ભેયર કે શીંકા ઉપરથી ઉતારી સાધુને વહેરાવવું તે, 13, આછિદ્ય-પતે બળવાન હોવાથી બીજાની વસ્તુ ચુંટી લઈને સાધુને આપવી તે, 14, અનિસૃષ્ટ-જેના એકથી વધારે સ્વામી હેય એવા (ભાગવા) આહારદિકને સર્વમાંથી કઈ એક જણ બીજાઓની રજા લીધા વિના સાધુને આપે તે. 15, તથા અધ્યપૂરક દોષ-સાધુનું આગમન સાંભળી પોતાને માટે રંધાતાઅજમાં બીજું વધારે નાંખી તે સેઈમાં વધારે કરે તે. ૧૬-આ સેળ પિંગમના દોષો છે. આ દોષ શ્રાવકથી એટલે દાતારથી ઉત્પન્ન થાય છે. 520-521