________________ (15) નંબર, વિષય. ૧૪ર ઇર્યાવહીના મિથ્યાદિષ્કતની સંખ્યા (પ૬૩) જીવભેદથી માંડીને છ સાક્ષી સુધીના ગુણાકારથી મેળવી આપેલ છે. 151-54 શ્રાવકના પાચે આવ્રત મુનિરાજના પાંચ મહાવ્રત સાથે સરખાવી મુનિના વીશ વસા કરાવીને શ્રાવકના સવા વસા પ્રમાણે ઘટાવેલા છે. આ ઘટના ખાસ લક્ષ આપવા યોગ્ય છે. પરદેશી રાજાએ કેશી ગણધરને કરેલા દશ પ્રશ્નો અને તેના કેશી ગણધરે આપેલા ઉત્તરે બહુ સારી રીતે સમજી "શકાય તેમ શ્રીરાયપાસેણુની ટીકામાંથી લઈને આપેલા છે. અઠ્ઠાવીશ લબ્ધિઓના નામ આપી તે સારી રીતે વિસ્તારથી સમજાવેલ છે. સંગ્રહી રાખેલા ધાન્યની યોનિને કાળ ઓછાવતો સપ્રમાણ બતાવ્યો છે. તેની નવ ગાથાઓ છે. 263 સાધ્વીજીના 25 ઉપકરણો વિસ્તારથી સમજાવ્યા છે. ' પાંચ પ્રકારના સમતિ સારી રીતે સમજાવેલ છે. પાંચ પ્રકારના મિથ્યાત્વ સારી રીતે સમજાવેલ છે. પાંચ પ્રકારના દાન જુદી જુદી પાંચ ગાથાથી બતાવ્યા છે, 322 સાધુને લેવાના આહાર સંબંધી 47 દોષ બહુ વિસ્તા રથી આપેલા છે, તેમાં પાંચ પાના રેક્યા છે. - ૩ર૩ ક્રોધ, માન, માયા ને લોભપિંડ ઉપર ચારે ઉદાહરણ આપ્યા છે, તે ખાસ વાંચવા લાયક છે, ઉત્કૃષ્ટ કાળે ને જઘન્યકાળે વિચરતા તીર્થકરોની સંખ્યા અને તે કાળે થતા તીર્થકરના જન્મની સંખ્યા સારી રીતે બતાવવામાં આવેલ છે. નરકાદિ ચારે ગતિમાં જનારા મનુષ્યના લક્ષણ સારી રીતે બતાવ્યા છે, તે વાંચીને ધ્યાનમાં રાખવા લાયક છે. છ લેશ્યાવાળા જીવોની ઓળખાણ કરાવનાર જંબૂવૃક્ષના ફળ ખાનારનું ને લુંટવા આવનાર ચેરેનું દ્રવ્રુત સારી રીતે આપવામાં આવેલ છે,