________________ (20) 315 ઉપવાસને બદલે કરી શકાતા બીજા પચ્ચખ્ખાણો. नवकारसहिएहिं, पणयालीसेहिं होइं उववासो / રસી વસા, વિસા હૃરસી છે પ૦ || अहि पुरिमद्वेहिं, निव्विगइतिगेण अंबिलदुगेणं / ' एगभत्तचउक्केणं, अहिं दोहि ठाणेहि // 511 // પીસ્તાળીશ દિવસ નવકારશીના પચ્ચખાણ કરવાથી એક ઉપવાસ જેટલું ફળ થાય છે, એવીશ દિવસ પિરસીના પચ્ચખાણ કરવાથી, વીશ દિવસ સાઢપારસી કરવાથી, આઠ પુરિમાઈ કરવાથી, ત્રણ નીવી કરવાથી, બે આંબિલ કરવાથી, ચાર એકાસણાં કરવાથી અથવા આઠ બેસણું કરવાથી એક ઉપવાસ જેટલું ફળ થાય છે. ( ઉપવાસ ન કરી શકે તેને અપવાદ માગે આ પચ્ચખાણે કરવાથી ઉપવાસનું કાર્ય સરે છે.) પ૧–૧૧૧. 316 ગ્રંથિસહિત (ગંઠશી)ના પ્રત્યાખ્યાનનું ફળ गंठीसहिए मासे, अठ्ठावीसं हवंति उववासा / जहसत्ति मुत्तिहेडं, भवियजणा कुणह तवमेयं // 512 // નિરંતર ગ્રંથિસહિતનું પચ્ચખાણ કરનારને એક માસે અહાવીશ ઉપવાસનું ફળ થાય છે, (ઉપર જણાવેલ નવકારશી વિગેરેની જેમ ઉપવાસને બદલે આ પચ્ચખાણ થઈ શકતું નથી. પરંતુ આ ગ્રંથિસહિતનું પચ્ચખાણ કરવાથી ચતુર્વિધ આહારની માટી વિરતિ થાય છે. એટલે કે હિસાબે ગણતાં એક માસમાં આ પચ્ચ ખાણવાળાનું મુખ અમુક કલાકે જ છુટું રહે છે કે જે કલાકના માત્ર બે જ દિવસ થઈ શકે, તેથી બાકીના અઠ્ઠાવીસ દિવસ જેટલા ક્લાકે તેના અનશનના જ જાય છે. તેથી આ પચ્ચખાણનું આવું બધું ફળ કહેલું છે.) તેથી કરીને હે ભવ્યજને મુક્તિને માટે તમે આ તપને યથાશકિત કરે, 512,