________________ (19) મન 1, ચૈતન્ય 2, જ્ઞાન 3, વિજ્ઞાન 4, ધારણું 5, બુદ્ધિ 6, ઈહાપોહ (તર્કવિતક) 7 અને વિચાર ૮-આ આઠ જીવનમાં સામાન્ય લક્ષણ છે. 496, (આ લક્ષણે જડ પદાર્થમાં હતા નથી અને જીવ તે લક્ષણ વિનાને હેત નથી.) 39 પૃથ્વીકાય જીના શરીરની સૂક્ષ્મતા. एगस्स दुन्नि तिन्नि वि, संखिज्जाणं न पासिउं सका। दीसंति सरीराइं, पुढवीजीवा असंखिज्जा // 497 // પૃથ્વીકાય છવનાં શરીરે એક, બે, ત્રણ યાવત સંખ્યાતા ભેગા થયેલા હેય તોપણ તે દૃષ્ટિએ જોઈ શકાતા નથી, પરંતુ પૃથ્વીછવના અસંખ્યાતા શરીરે ભેગા થયેલા હોય તે જ તે દેખી શકાય છે, એટલા તે શરીરે સૂક્ષ્મ છે. 47. 310 બીજા એકેંદ્રિયેનાં શરીરની સૂક્ષ્મતા. आऊ तेऊ वाऊ, एसिं सरीराणि पुढविजुत्ताणि / दीसंति वणसरीरा, जीवा असंख संखिज्जा // 498 // અપકાય, તેઉકાય અને વાયુકાય એ ત્રણનાં શરીર પણ પૃથ્વીકાયની જેમ અસંખ્યાતા મળેલા હોય તે જ તે દેખી શકાય છે. અને વનસ્પતિ છનાં શરીર એક બે ત્રણ અથવા સંખ્યાતા ભેળા થયે પણ દેખી શકાય છે અને અસંખ્યાતા ભેળા થયે પણ દેખી શકાય છે. ( આ પ્રત્યેક વનસ્પતિકાયને માટે જાણવું સાધારણ વનસ્પતિના છે અનતાના અસંખ્ય શરીરે ભેગા થયા હોય તો જ દેખી શકાય છે, તે પણ બાદરનિગોદ માટે સમજવું; સૂમના તો અનંત જીવોના અસંખ્ય શરીર ભેળા થયેલા પણ દેખી શકાતા નથી.) 498. 311 નિગેદના જીવોનું સ્વરૂપ अह अयधंतो गोलो, जाओ तत्ततवणिजसंकासो / सव्वोअगणिपरिणओ, निगोयजीवे तहाऽणते / / 499 //