________________ (15) સર્વ જીવો દુખથી ભીરૂ (બીકણ) છે, સર્વ જીવો સુખના અભિલાષી છે, સર્વ જીવોને જીવન પ્રિય છે અને સર્વ જીવો મરણથી ભય પામે છે. 493. (છતાં તેને અનુસરતા-દુ:ખ ન પ્રાપ્ત થાય ને સુખ મળે, એકાએક મરણ પામવું ન પડે પણ સુખી સ્થિતિવાળું જીવન લંબાય એવા કારણે સેવતા નથી એ ખેદેને વિષય છે.) 306 હિંસાને પ્રતિકાર તેનું નિવારણ મુશ્કેલ છે. मेरुगिरिकणयदाणं, धन्नाणं जो देइ कोडिरासीओ। इकं च हणइ जीवं, न छुट्टइ तेण दाणेण // 494 // જે માણસ એક જીવને હણે અને પછી તે હિંસાનું પાપ દૂર કરવા માટે મેરૂ પર્વત જેટલા સુવર્ણનું દાન કરે તથા ધાન્યના મેટા કરે ઢગલાનું દાન કરે તો પણ તે મનુષ્ય તે દાનવડે કરેલા પાપથી છુટતો નથી, 494 307 જીવદયાનું માહાભ્ય. कल्लाणकोडिजणणी, दुरंतदुरियाइविग्घनिवणी। संसारजलहितरणी, इक्का चिय होइ जीवदया // 495 // માત્ર એક જીવદયા (અહિંસા) જ કરે કલ્યાણેને ઉત્પન્ન કરનારી છે, દુરત પા૫ અને વિનેનો નાશ કરનારી છે, તથા સંસારરૂપી સમુદ્રને તારવામાં નૌકા સમાન છે. 45. (જીવદયાની અંદર બીજા સર્વ ધર્મોનો એછે વધતે અંશે સમાસ થઈ જ જાય છે.) 308 જીવનું સામાન્ય લક્ષણ चित्तं 1 चेअण 2 नाणं 3, विन्नाणं 3 धारणा 5 य बुद्धी 6 य। ईहापोह 7 वियारो 8, जीवस्स लक्खणा एए // 496 //