________________ (194) 303 જૈન ધર્મની ઉત્તમતા. संसारम्मि अणंते, जीवा पावंति ताव दुक्खाई। जाव न करंति कम्मं, जिणवरभणियं पयत्तेणं // 491 // "જ્યાં સુધી શ્રી જિનેશ્વરે કહેલું કર્મ (ધાર્મિક કાર્ય ) પ્રયનવડે કરવામાં ન આવે ત્યાં સુધી જ છો આ અનંત સંસારમાં દુખને પામે છે એટલે સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. 49 304 આ સંસારમાં દુર્લભ પદાર્થો. माणुस्स 1 खित्त 2 जाई 3, कुल 4 रूवा 5 ग 6 आउयं 7 बुद्धी। सवण 9 ग्गह 10 सद्धा 11 संजमो 12 उ इय लोयम्मि दुल्लहा // 492 // મનુષ્ય ભવ 1, આય ક્ષેત્ર 2, ઉત્તમ જાતિ 3, ઉચ્ચ કુળ 4, સારૂં રૂપ (પાંચ ઇન્દ્રિય પૂરા) 5, નીરેગતા 6 લાંબું આયુષ્ય 7, તીક્ષ્ણ બુદ્ધિ૮, શાસ્ત્રનું શ્રવણ 9, શાસ્ત્રમાં કહેલા વિધિનું ગ્રહણ (સમજવું) 10, શ્રદ્ધા 11 અને સંયમ (ચારિત્ર) ૧૨-આ બાર પદાર્થો આ સંસારમાં દુર્લભ છે. કલર. (આ ગાથામાં બહુ સાર સંગ્રહેલ છે. તાત્પર્ય એ છે કે જો આર્યક્ષેત્રમાં ઉત્તમ કુળજાતિમાં મનુષ્યપણું પામ્યો હોય અને પાંચ ઇંદ્રિયપૂરા, આગ્ય અને દીર્ઘ આયુષ્ય પામ્યો હોય તે તીક્ષ્ણ બુદ્ધિથી ધર્મનું શ્રવણ કરી, સમજી, તેનાપર શ્રદ્ધા લાવી આચારમાં મૂકે તકૂપ પ્રવૃત્તિ કરે તે સંસારના પારને પામે. ) 305 સર્વ જીને સામાન્ય સ્વભાવ. सव्वे वि दुक्खभीरू, सव्वे वि सुहाभिलासिणो जीवा। सव्वे वि जीवनपिया, सव्वे मरणाओ बीहंति // 493 //