________________ (186) હે જીવ! તું અકાર્ય કરવામાં આળસુ થા, પ્રાણુને વધ કરવામાં સર્વદા પંગુ થા, પરની પંચાત (અવર્ણવાદ વિગેરે) સાંભળવામાં બધિર થા અને પરસ્ત્રી ઉપર કુદષ્ટિ કરવામાં જન્માંધ થા. 473. (અર્થાત એ ચારે બાબતમાં આળસુ, પંગુ, બધિર ને અંધની જેવી પ્રવૃત્તિ રાખ.) * રેલર આદરવા ગ્ય અને ત્યાગ કરવા લાયક 7-7 વસ્તુઓ सत्त सया वड्डति, सत्त न मुञ्चति सत्त मुञ्चति / सत्त धरिजति य मणे, सत्तं न वीससीयव्वं // 474 // સાતને હમેશાં વૃદ્ધિ પમાડવા, સાતને ત્યાગ કરે, સાતને ત્યાગ ન કરે, સાતને મનમાં ધારણ કરવા અને સાતની ઉપર વિશ્વાસ ન કરે. 74. (આ પાંચ પ્રકારના સાત સાત વાના આ નીચે બતાવવામાં આવ્યા છે.) વૃદ્ધિ પમાડવાના સાત પદાર્થો कित्ती 1 कुलं 2 सुपुत्तो 3, कलया 4 मित्तं 5 गुणा 6 य सुस्सीलं 7 / सत्तेहि वडतेहि, धम्मो वडेइ जीवाणं // 475 // કીતિ 1, કુળ 2, સુપુત્ર 3, કળા 4, મિત્ર 5, ગુણ 6 અને શીળ આ સાત પદાર્થો વૃદ્ધિ પામવાથી એને ધર્મ પણ વૃદ્ધિ પામે છે, તેથી તેને નિરંતર વૃદ્ધિ પમાડવા, 475, ન મૂકવાના સાત પદાર્થો न वि माणं 1 गुरुभत्ती 2, सुसीलया 3 सत्त 4 तह दयाधम्मो 5 /