________________ (18) ર૮૬ જગતને કણ શેભાવે છે? जं चिय खमइ समत्थो, धनवंतोजन गविओ होइ / जंच सुविज्जो नमिओ, तं तिहिं अलंकिया पुहवी // 467 // - જે પોતે સમર્થ (બળવાન) છતાં અન્ય ઉપદ્રવકારી મનુષ્પો ઉપર ક્ષમા રાખતો હય, જે પોતે ધનવાન છતાં ગર્વિષ્ટ ન હોય, તથા જે પોતે વિદ્યાવાન (વિદ્વાન) છતાં નમ્ર-વિનય ગુણવાળો હોય, તે આ ત્રણ પુરૂષાએ આ પૃથ્વી અલંકૃત કરી છે–ભાવી છે. 467. (એ ત્રણ પ્રકારના મનુષ્યોથી આ પૃથ્વી શોભે છે.) 287 સજ્જનને સ્વભાવ. न हसति परंन थुणति, अप्पयं पियसयाई जंपति। एसो सुअणसहावो, नमो नमो ताण पुरिसाणं // 468 // સજજનો અન્યની હાંસી અથવા નિંદા વિગેરે કરતા નથી, પિતાની પ્રશંસા કરતા નથી, અને સેંકડો પ્રિય વચન બોલે છે, (એક પણ અપ્રિય વચન બોલતા નથી.) આ સજ્જનને સ્વભાવ જ હોય છે, તેવા પુરૂષને નમસ્કાર હો, નમસ્કાર છે. 468 ર૮૮ સજ્જનની સમૃદ્ધિ સર્વને સામાન્ય હોય. मेहाण जलं चंदस्स, चंदणं तरुवराण फलनिचयं / सुपुरिसाण य रिद्धी, सामन्नं सयललोयस्स // 469 // મેઘનું જળ, ચંદ્રની ચંદ્રિકા, શ્રેષ્ઠ વૃક્ષે ફળસમૂહ અને સજનની સમૃદ્ધિ-આ ચારે વાના સમગ્ર કેને સામાન્ય છે. આ સર્વ વસ્તુઓ ભેદભાવ વિના સમગ્ર લેકના ઉપયોગમાં આવી શકે છે, ક૬૯