________________ (18) મનુષ્ય અને તિર્યંચને હોય છે, બીજું વેકિય શરીર દેવ અને નારકીને હોય છે, ત્રીજુ આહારક શરીર ચૌદવીને જ હોય છે. 455, चत्तारी वाराओ, चउदसपुव्वी करेइ आहारं / संसारम्मि वसंता, एगभवे दुन्नि वाराओ॥ 456 // ચૌદપૂવી સંસારમાં રહે ત્યાં સુધીમાં વધારેમાં વધારે ચાર વાર આહારક શરીર કરી શકે છે, અને એક ભવમાં બે વાર આહારક શરીર કરી શકે છે. 456 आहारपरिणामहऊ, जं होइ तेयलेसाओ। . जं कम्मवग्गणाणं, आहारो तं तु सव्वजिए / / 457 // ખાધેલા આહારનું પરિણામ (પાચન) કરનાર અને તેજલેશ્યા ઉત્પન્ન કરનાર તેજસ શરીર છે, અને જે કર્મની વર્ગણાએનું પ્રહણ કરવું તે કાર્મણ શરીર છે. આ બે શરીર (તૈજસ અને કર્મણ) સર્વ સંસારી જીને હોય છે. 457, 280 દાન ધર્મની પ્રશંસા विणए सीसपरिक्खा, सुहडपरिक्खा य होइ संगामे। वसणे मित्तपरिक्खा, दाणपरिक्खा य दुक्काले // 458 // શિષ્યની પરીક્ષા વિનયથી હોય છે, સુભટની પરીક્ષા સંગામમાં હોય છે, મિત્રની પરીક્ષા સંકટ સમયે હોય છે અને દાનની પરીક્ષા દુકાળમાં હોય છે. 58. कत्थ वि धणं न दाणं, कत्थ वि दाणं न निम्मलं वयणं / धणदाणमाणसहिया, ते पुरिसा तुच्छ संसारे // 459 //