________________ (17) આકુળતા થાય નહીં અને લેકમાં હાંસી થાય નહીં 5, બહિનિવસની-કેડથી આરંભીને છેક પગની ઘૂંટી ઢંકાય તેટલું લાંબું ઘાઘરાના આકારવાળું વસ્ત્ર, તે કેડપર નાડીથી બંધાય છે , આ છે ઉપકરણે સાવીને કેડથી નીચેના ભાગનાં છે. હવે કેડની ઉપરના ભાગના ઉપકરણે કહે છે -કંચુક–પિતાના શરીર પ્રમાણે એટલે છાતી બરાબર ઢંકાય તેવો સીવ્યા વિનાનો કંચુક કરોથી બાંધવામાં આવે છે 7, ઉપકક્ષિકા-કાખલીને ઢાંકવાનું વસ્ત્ર તે સીવ્યા વિનાનું સમચોરસ દોઢ હાથનું હોય છે, તેનાથી સ્તનભાગ તથા જમણું પડખું ઢંકાય છે, વૈકલિકા-આ ઉપકક્ષિકાથી વિલક્ષણ હેવાથી તેનું નામ વૈકક્ષિકા આપવામાં આવ્યું છે. આ વસ્ત્ર પાટાને આકારે હેય છે અને તે ડાબે પડખે પહેરવાના કંચુક જેવું હેય છે, તે ઉપકક્ષિકા અને કંચુક એ બન્નેને ઢાંકીને ડાબે પડખે પહેરવામાં આવે છે ત્ય, સંઘાટી–આ વસ્ત્ર શરીરના ઉપલા ભાગમાં એકાય છે. આ સંઘાટીઓ ચાર રાખવામાં આવે છે. તેમાં એક તે બે હાથ પહોળી હોય છે, બીજી બે સંઘાટી ત્રણ હાથ પહોળી અને ચોથી ચાર બથ પહોળી હોય છે. તથા ચારે સંધાટીએ લંબાઈમાં સાડા ત્રણ કે ચાર હાથ હોય છે. આમાંની પહેલી સંઘાટી માત્ર ઉપાશ્રયમાંજ ઓઢાય છે, બીજી ગોચરી જતાં અને ત્રીજી સ્પંડિલ જતાં ઓઢવામાં આવે છે. તથા વ્યાખ્યાન સાંભળવા જતાં અથવા સ્નાત્ર મહેસૂવાદિકમાં જતાં ચેથી ચાર હાથની પહેબી સંઘાટી ઓઢવામાં આવે છે. કેમકે આવા અવસરે પ્રાય ઉભા રહેવાનું હોય છે તેથી તે વડે આખું શરીર ઢાંકી શકાય છે 10, ધકરણ-આ વસ્ત્ર ચાર હાથ પહોળું અને ચાર હાથ લાંબુ સમરસ હોય છે, તે ચેવડું કરીને ખભા પર રાખવામાં આવે છે, તેનાથી પહેરેલાં બીજા વચ્ચેને વાયુ ઉડાડી શકતો નથી, (તેને કામળી પણ કહે છે.) તેમજ તે રાખવાથી રૂપવાળી સાધ્વી કરૂપ જેવી લાગે છે તેથી તે ઉપયોગી છે 11, આ પ્રમાણે સાધ્વીઓને - વિક ઉપાધિ પચીશ પ્રકારની કહી છે. 17-18, એટલે કે આ બે ગાથામાં બતાવેલી અગ્યાર પ્રકારની ઉપધિ તથા સાધુની જે ચિદ પ્રકારની ઉપાધિ છે, તે પણ સાધ્વીઓને હોય છે. તેથી કુલ પચીશ પ્રકારની ઉપધિ હોય છે, તે ચાર પ્રકારની ઉપાધિ આ પ્રમાણે છે: