________________ (19) ત્રણ ઉભરાએ ઉકાળેલું ઉષ્ણ જળ વર્ષાઋતુમાં ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે છે. શિયાળામાં ચાર પ્રહર સુધી અચિત્ત રહે છે અને ઉનાળામાં પાંચ પ્રહર સુધી અચિત્ત રહે છે. ત્યારપછી સચિત્ત થઈ જાય છે. ર૬૧. (આ મતલબની જ ગાથા ઉપર રપ૭ મી કહેલી છે તેથી આ અન્યકૃત જણાય છે. ) 169 વગર ચાળેલા લેટને અચિત્ત થવાને કાળ. पण दिण मीसो लुद्दो, अचालिओ सावणे अ भद्दवए। चउ आसो कत्तीए, मगसिर पोसंमि तिन्नि दिणा॥२६२॥ पण पहर माह फग्गुणि, पहरा चत्तारि चित्त वीसाहे। जिठासाढे तिपहर, तेण परं होइ अचित्तो // 263 // ચાળ્યા વિનાનો આટો શ્રાવણ અને ભાદ્રપદ માસમાં પાંચ દિવસ સુધી મિશ્ર રહે છે, આધિન અને કાર્તિક માસમાં ચાર દિવસ, માર્ગશીર્ષ અને પોષ માસમાં ત્રણ દિવસ, માઘ અને ફાળુન માસમાં પાંચ પ્રહર, ચૈત્ર અને વૈશાખ માસમાં ચાર પ્રહર તથા છ અને અષાઢ માસમાં ચાળ્યા વિનાને આ ત્રણ પ્રહર સુધી મિશ્ર રહે છે, ત્યારપછી તે અચિત્ત થઈ જાય છે. ર૬-ર૬૩ (ચાળેલો લેટ તરતથીજ અચિત્ત ગણાય છે.) 170 ઔષધ વિગેરેને અચિત્ત થવાના કારણ. सय जोयण जलमग्गे, थलमग्गे जोयणाइ सहुवरि / हरडे पिंपर मिरीया, समए अचित्त वावारो // 264 // - હરડ, પીપર અને મરી એ વસ્તુઓ જળમાર્ગે સે જોજન ઉપરથી આવી હોય અને સ્થળમાર્ગે સાઠ જે જન ઉપરાંતથી આવી હોય તે સિદ્ધાંતમાં તેનો અચિત્તપણનો વ્યાપાર કહે છે. ર૬૪