________________ (77) 115 દાનના ભેદ તથા તેનું ફળ. अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च / दुन्नि वि मुक्खो भणिओ, तिन्नि विभोगाइयं दिति / 177 // અભયદાન 1, સુપાત્રદાન 2, અનુકંપાદાન 3, ઉચિસ્તાન 4, અને કીર્તિદાન પ-આ પાંચ પ્રકારના દાનમાંથી પહેલા બે દાનથી મોક્ષ મળે એમ કહ્યું છે અને પાછળના ત્રણ દાન ભેગાદિક આપનારાં કહ્યાં છે. 177, 116 મનના વ્યાપારની મુખ્યતા. मणवावारो गरुओ, मणवावारो जिणेहि पण्णत्तो / अह नेइ सत्तमाए, अहवा मुक्खं पयासेइ // 178 // | સર્વ વ્યાપાર કરતાં મનને વ્યાપાર માટે છે, કેમકે મનને વ્યાપારજ તંદુલ મત્સ્ય વિગેરેની જેમ પ્રાણીને સાતમી નરકે પણ લઈ જાય છે, અથવા પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ મોક્ષ પણ પ્રકાશે છે–આપે છે, એમ જિનેશ્વરે કહ્યું છે. 178. 117 મહાવીર સ્વામીના મુખ્ય દશ શ્રાવકોનાં નામ आणंद१ कामदेवेर, चुलणिपिया३ तह य सुरादेवे४ / चुल्लसय५ कुंडकोलिय६, सद्दालपुत्तो७ य नायव्वो।१७९। अठमो य महासयगो८, नवमो य नंदिणीपिया९ / तेतलिपिया१० य दसमो, एयाइ सड्डाण नामाइं // 180 // આણંદ 1, કામદેવ રે, ચલણી પિતા 3, તથા સુરાદેવ 4, ચુલ્લશતક 5, કુંડલિક 6, સદ્દાલપુત્ર 7, આઠમ મહાશતક 8, નવમ નંદિનીપિતા 9 અને દશમો તેલીપિતા ૧૦–આ દશ મહાવીર સ્વામીના મુખ્ય શ્રાવકનાં નામ છે. 179-180.