________________ આગમિક શબ્દો શ્રી પંચસૂત્ર ગ્રન્થના માધ્યમથી શ્રી સંઘમાં પ્રચલિત છે. આ પદોના પ્રત્યેક શબ્દોમાં મુક્તિની સાધનાનો ધબકાર છે. - 1- અરિહંત આદિ ચારનું શરણ, 2- પોતાના જીવનમાં થયેલા દુષ્કતોની નિંદા-ગહ, 3- પોતાના કે બીજાના જીવનમાં થયેલા સુકૃતોની અનુમોદના. આ સાધનામાં પ્રત્યેક ભવ્યાત્માની મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા ખીલવી આપવાનું અદ્ભુત સામર્થ્ય સમાયેલું છે. તેના દ્વારા જીવ વહેલી તકે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેથી આ સાધના પ્રત્યેક મોક્ષમાર્ગના સાધક આત્માઓએ દિવસની ત્રણેય સંધ્યાએ હૈયાના બહુમાન ભાવપૂર્વક કરવાની છે. આગળ વધીને જ્યારે પણ રાગાદિ સંકલેશ સ્પર્શે ત્યારે વારંવાર, સતત અને ભાવપૂર્વક કરવાની છે. - આગમ નિર્દિષ્ટ આ આરાધના માર્ગને પંચસૂત્રકાર મહર્ષિ શ્રી ચિરત્તનાચાર્યશ્રીએ પણ “ભુજ્જો ભુજ્જો સંકિલેસે, તિકાલમસંકિલેસે” શબ્દ ગુરછ દ્વારા આપણા સુધી પહોંચાડ્યો છે. આ વિધાન જ એની ઉપયોગીતા-અનિવાર્યતા સૂચવે છે. આગમકાર મહર્ષિ કોણ હતા ? અદ્ભુત સમાધિમાર્ગનું દાન કરનાર મહર્ષિ શ્રી વીરભદ્રગણી મહારાજા પોતે શ્રી વીરવિભુના શિષ્ય છે; એવી આર્ષ માન્યતા છે. અહીં ‘ગણી’ શબ્દ આગમિક શૈલી મુજબ ‘આચાર્ય' અર્થમાં વપરાયેલ છે. પૂર્વે ‘ગણધર, આચાર્ય, સૂરિ' શબ્દની જેમ ‘ગણી” શબ્દથી પણ આચાર્યનું સૂચન થતું. આગમોની પેટી આચાર્યોના તાબામાં રહેતી. તેથી જ આગમો ‘ગણિપિટક’ કહેવાય છે. આગમ સંશોધક મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે પણ ‘પફન્નયસુત્તારૂં' માં “સિરિવીરમાયરિયવિરડ્ય” પદ વાપરેલ છે. તેથી ગણી શબ્દનો અર્થ વર્તમાન વ્યવહારિક શ્રી ભગવતી સૂત્રની અનુજ્ઞા પ્રાપ્ત ગણિ ભગવંતો ન ગ્રહણ કરતાં આચાર્ય ભગવંત તરીકે ગ્રહણ કરવો એ જ ઉચિત છે. આજ ગ્રંથકારશ્રીએ ચતુ:શરણ પ્રકીર્ણક-૧, આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણક-૨, ભક્ત પરિજ્ઞા પ્રકીર્ણક-૩ અને સંસ્તારક પ્રકીર્ણક-૪ એમ ચાર પ્રકીર્ણક ગ્રંથોની રચના કરેલ છે. તો વળી આરાધના પતાકા ગ્રંથના કર્તારૂપે પણ એમનું નામ પ્રાપ્ત થાય છે. કાળની વિષમતા, સામગ્રીનો અભાવ આદિ કારણે આજે તો તેઓશ્રી અંગેની વિશેષ કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. છતાં એમના દ્વારા સર્જન પામેલ આરાધનામાં પરમ સહાયક આવા આગમગ્રંથો જોતાં તે મહાપુરુષ પ્રભુ શ્રી વીરનું શિષ્યત્વ દીપાવી સ્વયં અપ્રતિમ આરાધના કરી-કરાવી આપણા જેવા વીર-શાસનને ઝીલનારા આત્માઓ ઉપર પરમોપકાર કર્યો છે એ નિ:શંક બીના છે. બૃહદ્ વિવરણનો પરિચય : આ આગમ ગ્રંથ ઉપર લગભગ ચૌદમા સૈકામાં લખાયેલ બૃહદ્ વિવરણ પ્રાપ્ત થાય છે. તે વિવરણની વર્તમાનમાં અમને ચાર હસ્ત લિખિત પ્રતો ઉપલબ્ધ થયેલી છે. તેમાંથી ત્રણ પ્રતો શ્રી ડહેલાના ઉપાશ્રય અમદાવાદથી અને ચોથી પ્રત શ્રી લાલભાઈ દલપતભાઈ ઈન્સ્ટીટ્યૂટ ઓફ જૈનોલોજી (L.D.) અમદાવાદથી પ્રાપ્ત થઈ છે. પ્રાસ્તાવિક