SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિવરણમાં વિવરણકારશ્રીએ મૂળગ્રંથના ભાવોની વિસ્તારથી છણાવટ કરેલ છે. તેમાં પ્રસંગે પ્રસંગે વિવરણકારશ્રીએ પદાર્થોને જે રીતે સ્પષ્ટ કર્યા છે તે વાચકને ઉડા રહસ્ય સુધી લઈ જાય છે. ગ્રંથના પ્રત્યેક પદાર્થોને પુષ્ટ કરવા માટે પૂર્વ પુરુષોના ગ્રંથોનો આધાર આપવામાં વિવરણકારશ્રીએ ક્યાંય કચાશ રાખી નથી. પોતે પ્રકાંડ પંડિત હોવા છતાં પૂર્વાચાર્યો પ્રત્યેનો એમનો અહોભાવ સારી રીતે ઝળકી આવ્યો છે. એમના અવતરણો વાંચતા એમનો બોધ અને ગીતાર્થતા ઊડીને આંખે વળગે છે, ષડાવશ્યક સાથે ચઉસરણનો સંબંધ : ગ્રંથના પ્રારંભમાં જ પડું આવશ્યકની વાતને ચતુ:શરણાદિ અધિકાર સાથે સાંકળતાં તે મહાપુરુષ જણાવે છે કે, “જે આત્મા સામાયિક આદિ ષડાવશ્યકના અર્થને જાણતો નથી તે વાસ્તવિક રીતે ચાર શરણનો સ્વીકાર, દુષ્કતગર્તા અને સુકૃત અનુમોદના કરી શકતો નથી.' એટલે કે ચતુ:શરણાદિ ત્રિકના સત્યાર્થ આસેવન માટે પડાવશ્યકનું સૂત્ર-અર્થ-તદુભયાત્મક, બોધ-રુચિ અને ભૂમિકાનુસારી આચરણ જીવનમાં હોવું અત્યંત જરૂરી છે. સાવદ્ય યોગની વિરતિ એ જ પ્રથમ આવશ્યક છે અને સામાયિકની ક્રિયા તે તેનું કારણ છે. ચોવીશ તીર્થકરોની સ્તવના એ બીજું આવશ્યક છે અને લોગસ્સનો પાઠ તે તેનું કારણ છે. ગુણવંતોની ભક્તિ એ ત્રીજું આવશ્યક છે અને વાંદરાં એ તેનું કારણ છે. અતિચારની નિંદા એટલે જ પાપ ફરી ન કરવાનો ભાવ તે ચોથું આવશ્યક છે અને પ્રતિક્રમણ એ તેનું કારણ છે. અતિચારની શુદ્ધિ તે પાંચમું આવશ્યક છે અને કાયોત્સર્ગની ક્રિયા તે તેનું કારણ છે. એ જ રીતે ગુણોની પ્રાપ્તિ એ છટું આવશ્યક છે અને પચ્ચકખાણની આરાધના એ તેનું કારણ છે. આ રીતે, વર્તમાનમાં સર્વ સામાન્યપણે પ્રસિદ્ધિ પ્રાપ્ત વ્યવહારિક પડાવશ્યક એ કારણરૂપ છે એમ બતાવી, તેના દ્વારા પ્રાપ્ત કરવા લાયક નૈશ્ચયિક પડાવશ્યક તરફ વિવરણકારશ્રીએ લક્ષ્ય ચીંધ્યું છે. દ્રવ્યનું ભાવ સાથે જોડાણ કરી-કરાવી આવશ્યકના વાસ્તવિક ફળ પ્રાપ્તિનો માર્ગ તેઓશ્રીએ ખૂબ જ માર્મિક શૈલીમાં ખોલી આપ્યો છે. મંગલવાદ : પ્રસ્તુત આગમ ગ્રંથમાં ત્રણ મંગલો વર્ણવ્યાં છે. તેમાં ચૌદ સ્વપ્નનાં વર્ણન રૂપ બીજા મંગલની આઠમી ગાથાના વિવરણમાં વિવરણકારશ્રીએ એક-એક સ્વપ્ન દ્વારા તારક તીર્થપતિનું ભાવી દર્શાવીને ચમત્કૃતિ ઊભી કરી છે. અતિ સંક્ષેપમાં પણ તારક તીર્થપતિના અનંત ગુણ રાશિ પૈકીના અનેક ગુણોને એક જુદી જ આભા આપી આંખ સામે તાદશ કરી દીધા છે, સ્વકૃત સુકૃતની અનુમોદના : ગાથા-૧૦માં ગ્રંથના ઉદ્દેશરૂપ ચતુ:શરણ ગમન, દુષ્કતગર્તા અને સુકૃત અનુમોદના પદની વ્યાખ્યા પ્રાસ્તાવિક
SR No.004445
Book TitleAgam Chatusharan Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2008
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_chatusharan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy