________________ | ૐ હ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: //. શ્રી ચતુઃશરણ અધ્યયન-સમાલોચના જૈન શાસનમાં આરાધકોને પરમપદ પામવા અનેક આરાધનાઓ પ્રસિદ્ધ છે, જેમાં અંતિમ આરાધના અતિશય મહત્વની છે. અંતિમ આરાધનાના અનેક પ્રકારોનું વર્ણન આગમો તથા ઉપદેશ ગ્રંથોમાં કર્યું છે. વર્તમાનકાળે “૧-શ્રી ચતુ:શરણ પયગ્નો, ૨-શ્રી આતુર પ્રત્યાખ્યાન, ૩-શ્રી ભક્ત પરિજ્ઞા અને ૪-શ્રી સંસ્તારક યજ્ઞો” આ ચાર પન્ના-આગમ સૂત્રોમાં અંતિમ આરાધનાને ખૂબ જ સ્પષ્ટતાથી અને રોચક પ્રદ્ધતિથી જણાવવામાં આવી છે. જેમાં અહીં શ્રી ચતુ:શરણ પયજ્ઞાનું પ્રકાશન થાય છે. ગ્રન્થના રચયિતા પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ: " આ ઉક્તિ અનુસાર આ ચતુ:શરણ પન્ના ગ્રંથના રચયિતા કોણ છે? તે જાણવું જોઈએ. ગ્રંથકાર મહર્ષિ ઉત્તમ પુરુષ છે તેવું જ્ઞાન થાય તો જ તેમના વચનને વાંચવાનું તથા જીવનમાં આચરવાનું મન થાય. બૃહદ્ ટીકાકાર તથા અવચૂરિકાર તપાગચ્છીય આ, સોમસુન્દરસૂરિજી મ. શ્રી ચતુ:શરણ પયત્રા અધ્યયનના રચિયતા શ્રી વીર પરમાત્માના હસ્તદીક્ષિત શિષ્ય શ્રુતસ્થવિર શ્રીવીરભદ્રગણિ ગણાવે છે, બૃહદ્ ટીકાકારે ગ્રંથની શરૂઆતમાં “શાસ્ત્રÚરનતરોપરત્વ શાસ્ત્ર કર્તાના પ્રત્યક્ષ ઉપકારી હોવાથી, તથા ગ્રંથના અંતે “શ્રી વીરગિનવરસ વતુર્દશસહસ્ત્રસાધુHષ્યવૃત્તિ શ્રી વીરમદ્રસાધુક્ત વતુ:શરણારર્થ પ્રવીર્થ” પદો દ્વારા શ્રી વીર પ્રભુના 14,000 શિષ્યો પૈકીના શ્રી વીરભદ્ર ગણિ નામના શિષ્યો રચેલ ચતુ:શરણ નામનો આ પયગ્નો છે તેમ જણાવેલ છે. તેમાં વિશેષ જણાવતા કહ્યું કે, દરેક તીર્થકરના જેટલા શિષ્યો હોય તેટલા પન્ના હોય છે. જેમ કે, શ્રી આદિનાથ પ્રભુના 84,000 શિષ્યો હોવાથી 84,000 પયગ્રા તથા શ્રી વર્ધમાનસ્વામીના 14,000 શિષ્યો હોવાથી 14,000 પયજ્ઞાની રચના થયેલ છે. "चउदस सहस्साई पयन्नाणं तु वद्धमाणस्स / સેસાઈ નgયા સીસા પયગુ€T ના" || [શ્રી વ્યવહાર ભાષ્ય-૪૬૭૧] મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મ. પણ બાલાવબોધમાં તે જ પ્રમાણે જણાવે છે. “શ્રી મહાવીર દેવના ચઉદ હજાર શિષ્ય, તેહનાં કીધાં ચઉદ હજાર પન્નાં અથવા જે તીર્થંકરનઈ જેતલા શિષ્ય તેહનઈ તેટલા પ્રત્યેક બુદ્ધ તે પ્રત્યેક બુદ્ધનાં તેતલાં પડ્યાં | વર્તમાન કાળમાં અત્યંત અલ્પ પન્ના ગ્રંથો ઉપલબ્ધ થાય છે. પૂર્વાચાર્યોએ 45 આગમ સૂત્રોની ગણતરીમાં 10 પયજ્ઞાને સ્થાન આપ્યું છે. જેમાં ચતુ:શરણ પયનો પ્રથમ સ્થાને છે. આ અધ્યયનની શરૂઆત “અમરિંદ્ર” નવમી ગાથાથી થાય છે. કારણ કે, શ્રી મહાવીર પ્રભુને મંગળરૂપ નમસ્કાર અહીં કર્યો છે. તેથી શરૂઆતની “સાવપ્ન " આદિ ગાથાઓ આ અધ્યયનની જણાતી નથી તથા અધ્યયાન સાથે તેનો કોઈ સમ્બન્ધ પણ નથી માટે પ્રક્ષેપ ગાથા જણાય છે. આવું કેટલાક શ્રી ચતુઃશરણ અધ્યયન-સમાલોચના 25