________________ T ત્રણ માર્ગોનું અનન્ય ફળ : આ રીતે ચાર શરણ, દુષ્કત નિંદા તથા સુકૃત અનુમોદના એ શ્રી જિનેશ્વર દેવના શાસનમાં રહેલા આરાધનાના ધોરી રસ્તાઓ છે. શ્રી જિનેશ્વર દેવોએ વિહિત કરેલા આ ધોરી રસ્તાઓને છોડી જેઓ મિથ્યામાર્ગોની આરાધનામાં પડ્યા છે તથા તે માર્ગોમાં પણ આરાધના છે એમ સ્વયં માને છે તથા અન્યોને મનાવે છે તેઓ સાચી આરાધનાથી ઘણા દૂર છે, આત્મસાધના માટે શ્રી જૈનશાસનમાં ચતુઃશરણ, દુષ્કૃત-નિંદા, સુકૃતાનુમોદના તથા તેને જ અનુસરનારી અન્ય વસ્તુઓ વિહિત થયેલ છે. એ પ્રસિદ્ધ આરાધનાઓને છોડી સ્વકપોલકલ્પિત અન્ય વસ્તુઓમાં આરાધના મનાવવી અને તે માર્ગે અન્યોને દોરવા એના જેવો ઘોર મિથ્યા પ્રચાર અન્ય કોઈ નથી. શ્રી જિનશાસનને પ્રબળપણે વિહિત કરેલા આ માર્ગોને આરાધનાર જ આત્મા રાગદ્વેષને મંદ કરે છે, તથા કર્મના જોરને ઘટાડે છે. આ માર્ગ આરાધનાર આત્માઓની ધર્મમતિ જાગે છે અને મોહમતિ નાશ પામે છે. આત્મ-સ્વરૂપનું ભાન થાય છે તથા કર્મસ્વરૂપ પર તિરસ્કાર છૂટે છે. સ્થિરતા પ્રગટે છે તથા અસ્થિરતા નાશ પામે છે. પ્રત્યેક જૈન, જીવનમાં આ આરાધનાને અપનાવો અને એનાં મધુર ફળોનો આસ્વાદ પ્રાપ્ત કરો. 24. પરમતારકની પાવનવાણી