________________ 182 श्रीचतुःशरणप्रकीर्णकम् ગાથાર્થ : અરિહંતના શરણથી થયેલી કર્મ (પાપ) મળની શુદ્ધિથી પ્રગટ થયું છે, સિધ્ધ ભગવંતોને વિષે અતિવિશુદ્ધ બહુમાન જેને એવો (ભવ્યજીવ), નમેલા મસ્તક પર બે હાથ જોડવા રૂપ કમળની માળાનો મુગટ રચીને હર્ષપૂર્વક કહે છે.-૨૩. અરિહંતના શરણના સ્વીકાર માત્રથી પણ પાપમળનો નાશ થાય છે અને પાપનો નાશ થવાથી “સ્ત્રદા ટોદો પવઠ્ઠ" એ ન્યાયે સિદ્ધ ભગવંતનું પણ બહુમાન વધે છે, તેના હર્ષથી સિદ્ધ ભગવંતોને મસ્તક નમાવી બે હાથે અંજલી જોડી હવે તેમના શરણનો સ્વીકાર કરતાં કહે છે કે - સિદ્ધશરણઃ कम्मट्ठक्खयसिद्धा साहावियनाण-दंसणसमिद्धा / सव्वट्ठलद्धिसिद्धा ते सिद्धा हुंतु मे सरणं / / 24 / / . ગાથાર્થ (સંસારના કારણભૂત) આઠેય કર્મોના ક્ષયથી (સિદ્ધર) કૃતકૃત્ય,સ્વાભાવિક (સાયિક ભાવના) જ્ઞાનદર્શન (વગેરે અનંત) ગુણોથી સમૃદ્ધ અને સર્વ પ્રયોજનોની પ્રાપ્તિ જેઓએ સિદ્ધ કરી છે, તે સિદ્ધો મને શરણ થાઓ. (મને તેઓનું શરણ થાઓ.)-૨૪. तियलोयमत्थयत्था परमपयत्था अचिंतसामत्था / मङ्गलसिद्धपयत्था सिद्धा सरणं सुहपसत्था / / 25 / / ગાથાર્થ : ત્રણે લોકના મસ્તકે - સિદ્ધશિલાની ઉપર રહેલા, પરમપદ (મોક્ષ)ને પામેલા, અને અચિંત્ય સામર્થ્યવાળા,મંગળરૂપ સિદ્ધપદને પામેલા, પ્રશસ્ત (અનંત અવ્યાબાધ) સુખને પામેલા, સિદ્ધો મને શરણ થાઓ.૨૫. मूलुक्खयपडिवक्खा अमूढलक्खा सजोगिपञ्चक्खा / . साहावियत्तसुक्खा सिद्धा सरणं परममुक्खा / / 26 / / ગાથાર્થ H રાગદ્વેષ-અજ્ઞાન વગેરે ભાવ શત્રુઓને મૂળમાંથી ઉખેડી નાખનારા, શુદ્ધ (આત્મ) લક્ષ્યવાળા, સજોગી કેવલિ ભગવંતો જ જેઓને પ્રત્યક્ષ જોઈ શકે તેવા, સ્વભાવરૂપ શુદ્ધ આત્મરમણતાના સુખને પામેલા અને પરમ મુક્તિને પામેલા સિદ્ધો મને શરણ થાઓ.-૨૯. पडिपिल्लियपडणीया समग्गझाणग्गिदडभवबीया / जोईसरसरणीया सिद्धा सरणं समरणीया / / 27 / /