________________ g-૨/પરિશિષ્ટ-૩ 181 एगाए गिरा णेगं संदेहं देहिणं समं छित्ता (समुच्छित्ता)। तिहुयणमणुसासित्ता अरिहंता इंतु मे सरणं / / 19 / / ગાથાર્થ : એક જ વચન દ્વારા એક સાથે અનેક પ્રાણીઓના વિવિધ સંદેહનો (સંશયોનો) છેદ કરીને ત્રણે લોકના જીવોનું (ધર્મશિક્ષા વડે) અનુશાસન કરતા અરિહંતો મને શરણ થાઓ.-૧૯. वयणामएण भुवणं निव्वावित्ता गुणेसु ठावित्ता / जियलोयमुद्धरित्ता अरिहंता हुंतु मे सरणं / / 20 / / ગાથાર્થ : વચનરૂપી અમતૃથી (રાગદ્વેષ-મોહના તાપથી તપેલા) જગતને તૃપ્તિ પમાડતાં અને ગુણોમાં - જોડતા (સ્થિર કરતા) અને પ્રાણી સમૂહનો એ રીતે (સંસાર સમુદ્રથી) ઉદ્ધાર કરતા અરિહંતો મને શરણ થાઓ-૨૦. अञ्चन्मयगुणवंते नियजसससिहरपसाहियदियंते / निययमणाइअणंते पडिवन्नो सरणमरिहंते / / 21 / / ગાથાર્થ : અતિ અદ્દભુત (આશ્ચર્યકારી) ગુણવાળા અને તેથી પોતાના ચંદ્રસમાન ઉજ્જવળ યશથી (દિગન્ત5) સમગ્ર વિશ્વને શોભાવનારા અને શાશ્વત એવા ત્રણે કાળના સર્વ અરિહંતોનું હું શરણ સ્વીકારું છું.-૨૧. આ એક અરિહંત સાંદિ-સાંત હોય છે, શાશ્વતપણું પ્રવાહથી સર્વ જિનોને આશ્રીને ઘટે છે. उज्झियजर-मरणाणं समत्तदुक्खत्तसत्तसरणाणं / तिहुयणजणसुहयाणं अरहंताणं नमो ताणं / / 22 / / ગાથાર્થ ? જરા-મરણનો જેઓને નાશ થયો છે એવા, સમસ્ત દુઃખથી પીડાતા (સંસારી) પ્રાણીઓના શરણભૂત, ત્રણે લોકના જીવોને સુખ દેનારા અરિહંત ભગવંતોને (મારો) નમસ્કાર થાઓ. (22) એમ અરિહંત ભગવંતોનું તેઓના વિશિષ્ટ ગુણોના કીર્તન દ્વારા શરણ સ્વીકારીને હવે સિદ્ધોનું શરણ સ્વીકારવા નમસ્કારપૂર્વક કહે છે કે - अरहंतसरणमलसुद्धिलद्धपरिसुद्धसिद्धबहुमाणो / पणयसिरिरइयकरकमलसेहरो सहरिसं भणइ / / 23 / /