________________ પરિશિષ્ટ -3 ચતુર શરણ પ્રકીર્ણક-ભાવાનુવાદ છ આવશ્યક : ગ્રંથકાર શ્રી વીરભદ્રગણી છ આવશ્યકોની સ્તુતિ દ્વારા પ્રારંભમાં મંગળ કરતાં કહે છે કે - सावजजोगविरई उक्वित्तण गुणवओ य पडिवत्ती / खलियस्स निंदणा वणतिगिच्छ गुणधारणा चेव / / 1 / / ગાથાર્થ H ૧-સાવદ્ય એટલે પાપરૂપ વ્યાપારની વિરતિ (સામાયિક), ૨-ચોવીશ તીર્થકરોની સ્તવના (ચઉવિસત્થો), ૩-ગુણવંતનો વિનય (વંદન), ૪-ભૂલોની નિંદા (પ્રતિક્રમણ), પ-અતિચારોરૂપી ઘાની ચિકિત્સા (કાયોત્સર્ગ) અને ૬-ગુણોનો સ્વીકાર (પચ્ચકખાણ) એ છે આવશ્યકોનું સ્વરૂપ નામમાત્રથી જણાવ્યું.-૧. હવે તે-તે આવશ્યકથી શું પ્રાપ્ત થાય? તે જણાવે છે. चारित्तस्स विसोही कीरइ सामाइएण किल इहयं / सावजेयरजोगाण वजणाऽऽसेवणत्तणओ / / 2 / / ગાથાર્થ: સામાયિક દ્વારા સાવદ્ય યોગોના ત્યાગથી અને નિરવઘયોગોના સેવનથી નિચે આ શાસનમાં દેશ-સર્વ વિરતિરૂપ ઉભય ચારિત્રની શુદ્ધિ કરી શકાય છે.-૨. ચારિત્રએ મુક્તિનું અનંતર કારણ છે, તેની શુદ્ધિ એ તત્ત્વથી આત્માની શુદ્ધિ છે અને આત્માની જેટલા અંશે શુદ્ધિ તેટલા અંશમાં મુક્તિ થાય છે. સંપૂર્ણ શુદ્ધિથી સંપૂર્ણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે સામાયિક અવશ્ય કર્તવ્ય-આવશ્યક છે -2. दसणायारविसोही चउवीसायत्थएण कजई य / अञ्चन्मयगुणकित्तणरूवेणं जिणवरिंदाणं / / 3 / / ગાથાર્થ : અરિહંત પરમાત્માના અતિ અદ્દભુત-સ્વભાવરૂપ શ્રેષ્ઠતમ ગુણોની સ્તવના કરવારૂપ ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ સૂત્ર)થી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે-૩. તત્ત્વથી જીવોને જે કંઈ સુખની પ્રાપ્તિ થાય છે, તે અરિહંતદેવે સ્થાપેલા શાસનનો પ્રભાવ છે.