________________ માર્ગો અરસપરસ સંબંધ ધરાવનારા છે. એ ત્રણ માર્ગોનાં નામ છે, ચતુઃ શરણ, દુષ્કૃતનિંદા તથા સુકૃતાનુમોદના. આ જગતમાં માત્ર અરિહંતાદિક ચાર વસ્તુઓને જ શરણરૂપ માનનાર અને એ ચાર સિવાય અન્ય સર્વ વસ્તુઓને અશરણરૂપ માનનાર આત્મા દુષ્કૃતનિંદા અને સુકૃતાનુમોદનાનો સાચો અધિકારી બને છે. બીજી રીતે સુકતાનુમોદના અને દુષ્કૃત-નિંદા કરનાર આત્મા જ ચારનું શરણ કરવાને યોગ્ય બને છે. આમ અરસપરસ સંબંધ ધરાવનાર આ ત્રણે માર્ગોની આરાધના આત્માને ઉત્તરોત્તર અનેક ગુણોની પ્રાપ્તિ કરાવનાર નીવડે છે. ચિત્ત શુદ્ધિનાં કારણો : શરણ કરવા લાયક ચાર વ્યક્તિઓમાં પ્રથમ સ્થાન શ્રી અરિહંત દેવોનું છે. શ્રી અરિહંત દેવો જગતના નિષ્કારણ મિત્ર અને નિષ્કારણ બાંધવ છે. તેઓ ત્રણ જગતના સર્વોત્તમ ઐશ્વર્યને પ્રાપ્ત થયેલા છે, કેવળજ્ઞાન પામ્યા પછી દેવેન્દ્રો વિરચિત સમવસરણમાં બેસી નિરંતર ધર્મોપદેશ આપે છે. તથા પુષ્પરાવર્ત-મેઘની જેમ ધર્મનાં વચનોને અખંડ ધારાએ વરસાવી ભવ્ય આત્માઓના સંદેહોને ભાંગે છે. એવા દેવાધિદેવ શ્રી અરિહંત દેવોનું શરણ સ્વીકારવું એ ચિત્તશુદ્ધિનું પ્રથમ અને પરમ કારણ છે. ચિત્તશુદ્ધિનું બીજું કારણ કર્મોના ચૂરેચૂરા કરી વિમુક્ત બનેલા શ્રી સિદ્ધ પરમાત્માઓનું શરણ અંગીકાર કરવું તે છે. અનંતજ્ઞાનના આનંદથી ભરેલા શિવનગરના શાશ્વત સામ્રાજ્યને તેઓ ભોગવે છે તથા જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ આદિ સર્વ ઉપાધિઓથી સદાને માટે મુક્ત બન્યા છે. ત્રીજું શરણ મુક્તિમાર્ગનું આરાધન કરનાર, મૂલોત્તર ગુણોનું પાલન કરનાર તથા આત્માના અપૂર્વ વીર્ષોલ્લાસથી તારક ક્રિયાઓને સાધી સંસારને તરી જનાર મહા મુનિવરોનું છે. ચોથું અને છેલ્લું શરણ શ્રી જિનેશ્વરદેવો વડે પ્રકાશિત દયામૂલક ધર્મનું છે, કારણ કે, એ જ ધર્મ અખિલ જગતને સુખકર છે અને એ જ ધર્મ આત્માના પાપ પંકને ધોવા માટે નિર્મળ નીર સમાન છે. દુષ્કૃત ગહ : આ રીતે ચારના શરણને સ્વીકારનાર આત્મા આરાધનાના બીજા માર્ગ માટે ઉદ્યત થાય છે અને તે બીજો માર્ગ છે. દુષ્કતોની નિંદા. આ જગતમાં દુષ્કૃત્ય, ખરાબ કૃત્ય, પાપકૃત્ય ઘણાં છે. તે બધાનો સમાવેશ અનંતજ્ઞાનીઓ અઢારની સંખ્યામાં કરે છે. એ અઢાર મહાપાપોને અનાદિકાળથી આત્મા અવિરતપણે સેવી રહ્યો છે અને એનાજ પરિણામે ભવાટવીનાં ચક્રાવામાં ભમી રહ્યો છે. સર્વ પાપનું મૂળ પરઅતારકની પાતવાણી - ક