SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ UUUUUUUUUUUU TO DO S O / Us / SSS પરમતારકની પાવનવાણી ભવ્યજીવને આશ્વાસન અને શુદ્ધિ-પુષ્ટિના સંસાધક ચઉસરણગમન, દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદના ઘરજ 1/2 ટેવી . પાવતdpft પ્રવચનકાર : વ્યાખ્યાન વાચસ્પતિ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ ભાવાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સમાધિ વિના સદ્ગતિ નથી : આત્માની આરાધના માટે શ્રી જિનેશ્વરદેવોએ અનેક માર્ગો દર્શાવ્યા છે. એ સર્વમાં ત્રણ માર્ગો મુખ્ય છે, એ ત્રણ માર્ગોની આરાધના વિના કોઈપણ આત્માના ચિત્તની સાચી શુદ્ધિ થતી નથી. ચિત્તની સાચી શુદ્ધિ થયા વિના સમાધિ પ્રાપ્ત થતી નથી અને સમાધિ વિના સદ્ગતિ સધાતી નથી. સદ્ગતિ સાધવા માટે, સમાધિ પ્રાપ્ત કરવા માટે અને અંતઃકરણની વિશુદ્ધિ મેળવવા માટે પ્રત્યેક જૈને નિરંતર આ ત્રણ માર્ગોનું આરાધન કરવું આવશ્યક છે. આત્મહિતકાંક્ષી-સમ્યગુદૃષ્ટિ આત્માની એ ફરજ છે કે એણે પોતાના જ્ઞાન અને શક્તિનો ઉપયોગ આત્માની ગતિ સુધારવા માટે કરવો જોઈએ. આત્માની ગતિ સુધારવા માટે અનંતજ્ઞાની-ઓએ અનેક માર્ગો પૈકી ત્રણ મહાન માર્ગો, ત્રણ ધોરી રસ્તાઓ ચીંધ્યા છે, પરંતુ એ માર્ગો પરલોકની સુધારણા માટેના હોવાથી કેવળ આ લોકને જ દૃષ્ટિ સમજ રાખી બેઠેલા આત્માઓને રુચિકર ન નીવડે એ બનવાજોગ છે. એવાઓને રુચિકર નીવડો યા ન નીવડો. પરંતુ કરુણાનિધાન મહાપુરુષો કલ્યાણ-કાંક્ષી જગતના હિત માટે એ માર્ગોને દર્શાવ્યા સિવાય રહેતા નથી. અર્થી આત્માઓ એને જીવનમાં ઉતારવા ઘટતો પ્રયત્ન કરે છે, જ્યારે બીજાઓ એની ઉપેક્ષા પણ કરે છે, પરંતુ એ ઉપેક્ષા એ માર્ગોની નહિ, પરંતુ પોતાના આત્મહિતની છે એમ વિવેકી આત્માઓ જરૂર સમજે છે. સમ્યગ્દષ્ટિ આત્માઓ આ અનુપમ માર્ગોની આરાધનાના સાચા અધિકારી છે. મોહની સત્તા પર વિજય મેળવવા માટે, આત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્રાદિ ગુમાવી દીધેલા ખજાનાને પ્રાપ્ત કરવા માટે તથા કર્મપરતંત્રતાદિની બેડીમાંથી સદાને માટે મુક્ત થવા માટે આ માર્ગોના આરાધન સમાન અન્ય કોઈ અમોઘ ઉપાય નથી. કુબુદ્ધિ, મિથ્યાત્વનો ત્યાગ કરનાર અધિકારી : સાધુપુરુષોના નિરંતર ગુણગાન કરનાર, સજ્જનોને માન આપનાર, દુર્જનોનાં અપમાનોને ગળી ખાનાર, ક્રોધના કટુ વિપાકોનું ચિંતવન કરનાર, નિરંતર સત્ય વચન વદનાર તથા કુબુદ્ધિ અને મિથ્યાત્વનો ત્યાગ કરનાર આત્મા સામાન્યતયા આ આરાધનોનો અધિકારી છે. આરાધનાના આ ત્રણે જ પરમતારકની પાવનવાણી તો(all(hh(NO TIGIOUT OUii (ઈGિOT(FOOD())))))))) છે. આ ની પnય
SR No.004445
Book TitleAgam Chatusharan Prakirnakam
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2008
Total Pages342
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_chatusharan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy