________________ ૩-ચતુઃશરણાદિ પ્રકીર્ણક-અવચૂરિ : ચતુ:શરણ, આતુર પ્રત્યાખ્યાન, સંસ્કારક અને ભક્ત પરિજ્ઞા આ ચારે પ્રકીર્ણકો પર વિષમપદ ટિપ્પણ અપર નામ અવચૂરીની રચના તેમણે કરી છે. એમાંની જ પ્રથમ અવચૂરી આ સાથે પ્રગટ થઈ રહી છે. આનો રચના સંવત મળતો નથી. ૪-કર્મગ્રંથ અવચૂરી : (રચના વિ.સં. ૧૪પ૯) તપાગચ્છના દ્વિતીય પટ્ટાલંકાર પૂ.આશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ નવ્ય પાંચ કર્મગ્રંથો બનાવ્યા હતા. તો પૂ.આ.શ્રી ચંદ્રર્ષિગણિ મહત્તરશ્રીજીઓ છઠ્ઠો કર્મગ્રંથ બનાવેલો. તે બધા ઉપર વિષમપદ ટિપ્પણ (અવચૂરી)ની રચના કરી હતી. આ બધી અવચેરીઓ હજુ અમુદ્રિત છે. પ-ક્ષેત્ર સમાસ અવચૂર્ણ : પૂ.આ.શ્રી સોમતિલકસૂરિજી મહારાજે રચેલા નવ્ય ક્ષેત્ર સમાસ ગ્રંથ ઉપર તેઓશ્રીએ અવચૂર્ણ રૂપે નાની ટીકા બનાવી છે. આ ગ્રંથ પણ અમુદ્રિત છે. આ ગ્રંથની વિ.સં. ૧૪૮૦ની લખાયેલ પ્રતિ ઉપલબ્ધ થાય છે. જેમાં પ્રશસ્તિ છે. ઉ-વાસોંતિકાવિતંડા વિડંબને પ્રકરણ : અંચલગચ્છના શાસ્ત્રોત્તીર્ણ કેટલાક મતોનું ખંડન કરવા માટે આ પ્રકરણ રચાર્યેલ છે. આ ગ્રંથમાં રજુ કરાયેલ સાક્ષીઓ, તર્કો, આધારો અને નિરૂપણ શૈલી જોતાં તેમનું આગમજ્ઞાન, ભાષ્ય નિર્યુક્તિ, ચૂર્ણ અને ટીકા સાથે પંચાંગી સિદ્ધાંત પરનું પ્રચંડ પ્રભુત્વ ઝળકી આવે છે. આ ગ્રંથનું બીજું નામ અંચલમત નિરાકરણ પણ છે. ૭-ષદર્શન સમુચ્ચય તર્ક રહસ્ય દીપિકા ટીકા : પૂ.સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પદર્શન સમુચ્ચય મહાગ્રંથની 87 કારિકાઓ ઉપર છ અધિકારોમાં વિસ્તૃત અને વિશદ ટીકા રચી ગ્રંથકારશ્રીજીએ મહદ્ ઉપકાર કર્યો છે. આ બધા અવલોકનો પર દૃષ્ટિપાત કરતાં સ્પષ્ટપણે જણાય છે કે તેઓશ્રી ‘સોમયુગ'ના તો તેજસ્વી નક્ષત્ર હતા જ, પરંતુ આજ પણ તેઓશ્રીની પ્રતિભાનો પ્રકાશ જૈન સંઘને જાણવા માણવા મળી રહ્યો છે. તેઓશ્રીમના જ્ઞાનાદિમય જીવનને વારંવાર વંદના. - પૂ. મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા પ્રસ્તુત શ્રી ચતુઃશરણ પ્રકીર્ણક પ્રકાશનમાં સમાવિષ્ટ શ્રી ચતુ:શરણ બાલવબોધના રચયિતા પૂ. મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા છે. જે મહાપુરુષ જૈનશાસનમાં સુપ્રસિદ્ધ છે. અનેક પ્રકાશકોએ તે મહાપુરુષના જીવન ઉપર પ્રકાશ પાથર્યો છે. તેથી અહીં કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો અંગે જ નિર્દેશ કરવામાં આવે છે. આ મહાપુરુષના પિતાશ્રીનું નામ “તેજપાળભાઈ” અને માતુશ્રીનું નામ “રાજશ્રીબેન’ હતું. તેઓશ્રીમદ્રનો જન્મ સત્તરમી સદીના મધ્યકાળમાં થયો છે તેવું અનુમાનથી સંશોધનકારો જણાવે છે. પરમાત્માની ઉજળી પાટ પરંપરામાં ૫૮મી પાટે જૈનશાસનને અજવાળનારા, પ્રભાવક મહાપુરુષ, અકબર પ્રતિબોધક, ૫.પૂ.આ.દે.શ્રી વિ.હીરસૂરીશ્વરજી મહારાજા થયા. આ મહાપુરુષ પાસે સં. ૧૯૩૧માં પૂ. ઉપાધ્યાય શ્રી કીર્તિવિજયજી મહારાજાની દીક્ષા અમદાવાદમાં થઈ. તે ઉપાધ્યાયજી ભગવંત જ આ બાલાવબોધકારશ્રીના ગુરુ ભગવંત હતા. ટીકાકાર મહર્ષિઓનો પરિચય 19